દર્દનાક મોત! ગંગા નદી માં એકસાથે છ બાળકો મોત ને ભેટ્યા એક ને બચાવવા જતા પાંચે લગાવી છલાંગ અને તમામ,
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સા ઓ સામે આવતા હોય છે અને આવી ઘટનાઓ એવી દુઃખદ હોય છે કે જેને સાંભળીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ક્યારેક નદીઓ, નાળામાં કે દરિયામાં ડૂબવાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. એવી જ એક ઘટના ઉત્તર પ્રદેશથી સામે આવી છે. જેમાં એક સાથે છ બાળકો ગંગા નદીમાં ડૂબવાથી મોતને ભેટયા હતા. જેમાં જાણવા મળ્યું કે છ બાળકો પૈકી એક બાળક નદીમાં ડૂબવા લાગ્યો હતો.
તો તેને બચાવવા માટે અન્ય પાંચ બાળકોએ છલાંગ લગાવી પરંતુ તમામ ગંગા નદીના પ્રવાહની સામે ટકી શક્યા ન હતા અને તમામ મોતને ભેટયા હતા. આ ઘટના ચાર ઓક્ટોબરના રોજ બની હતી. જેમાં આ ઘટનાની જાણ થતા ગોતાખોરો ની ટુકડીઓ થતા ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ લોકોની મહેનત બાદ લાશોને બહાર કાઢવામાં આવી હતી. જેમાં પહેલા એક બાળકની લાશ બહાર કાઢવામાં આવી હતી.
ત્યારબાદ સાંજના સમયે બીજા અન્ય પાંચ બાળકોની લાશ બહાર કાઢવામાં આવી હતી. આ તમામ બાળકો એકબીજાના સગા વાલા ના દીકરાઓ હતા જે સંબંધોમાં ભાઈ બહેન થતા હતા. આ તમામ લોકો કાનપુરના બિલ્હૌર કોતવાલી વિસ્તારના આંખે કોઠી ઘાટ પર સ્નાન કરવા પહોંચ્યા હતા. મહાનવમીના દિવસે બાળકો સાથે ન્હાવા જતાં મોટો અકસ્માત થયો હતો.
મૃતકોની ઓળખ સૌરવ કટિયાર, અનુષ્કા, તનુ, મનુ, અંશિકા અને અભય તરીકે થઈ છે. સૌરવના કાકાની દુકાનનું ઉદ્ઘાટન થયું. સૌરવ ઉપરાંત અન્ય બાળકો પણ કાર્યક્રમમાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તમામ બાળકો એકબીજાના સગા હતા. મંગળવાર, 4 ઓક્ટોબરે તમામ બાળકોએ ગંગામાં ઉભા રહીને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યા હતા. ત્યારે જ અંશિકા નામની છોકરી નદીમાં ડૂબવા લાગી. તેને બચાવવા માટે તમામ બાળકો કૂદી પડ્યા અને બધા ગંગામાં સમાઈ ગયા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!