પાર્ક માં રહેલ સ્લાઈડ માં અચાનક ખામી સર્જાતા. તેમાં બેસેલા લોકો ભયંકર રીતે નીચે પટકાય. જોઈ ને રૂવાંટા બેઠા થઇ જશે.
આપણા ભારતમાં અને ભારતની બહાર અનેક એવા લોકોના માટે મોટા-મોટા મનોરંજન પાર્ક બનાવવામાં આવેલા હોય છે. જેમાં લોકો અનેક એવી જુદી જુદી રાઈટ્સ પર બેસીને આનંદ લેતા હોય છે. પરંતુ ક્યારેક આવી રાઇડ્સ અનેક મુશ્કેલી સર્જી નાખતી હોય છે. હાલ થોડા સમય પહેલા જ ગુજરાતના રાજકોટ જિલ્લામાંથી મેળામાં એક ઘટના બની હતી. જેમાં બ્રેક ડાન્સમાં એક યુવાન નીચે ફટકાયો હતો. અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.
અને રાજકોટમાં લાગેલા બીજા એક મેળામાં એક મોતના કૂવામાં પણ ઘટના બની હતી. જેમાં એક મોટર નું ટાયર અચાનક નીકળી ગયું હતું. અને દુર્ઘટના સર્જાય હતી. હાલ એક વિડિયો અમેરિકાના મિસિંગન સિટી માંથી સામે આવ્યો છે. જેમાં એક એમ્બ્યુસમેન્ટ પાર્કમાં એક મોટી સ્લાઇડ મનોરંજન માટે ફીટ કરેલી છે. આ સ્લાઇડમાં આપણે જાતે બેસવાનું હોય છે. અને આપણે નીચે આવી શકતા હોઈએ છીએ. પરંતુ આ સ્લાઇડમાં શુક્રવારે એક ખામી સર્જાઈ હતી.જેના લીધે અનેક લોકો સ્લાઈડમાંથી નીચે ગંભીર રીતે પડ્યા હતા..જુઓ વિડીયો.
The giant slide at Belle Isle Park in Michigan was open for only 4 hours before workers shut it down to make adjustments.
I wonder why they decided to do such a thing 😳 pic.twitter.com/q7jpFdLdAO
— Art (@artcombatpod) August 19, 2022
ત્યારબાદ આ સ્લાઇડને થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયાના ટ્વીટર હેન્ડલ એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે. આ પાર્કની મુલાકાત લેનાર મુલાકાતી એ જણાવ્યું હતું કે આ મુદ્દો બાળક અને યુવાનો માટે મજા ને બદલે સજા બની ગયો છે. તેને જોયું કે કેવી રીતના લોકો આ સ્લાઇડમાંથી ધડાધડ નીચે પડી રહ્યા છે.
આ વીડિયોમાં જોવા મળી શકે છે કે એક સ્લાઈડ હોય છે તેમાં લોકો બેસીને નીચે આવતા હોય છે. પરંતુ સ્લાઇડમાં ખામી સર્જવાને કારણે લોકો અચાનક ધડાધડ નીચે પડી રહ્યા છે. આ જોતાની સાથે જ લોકો પણ હચમચી ગયા છે. લોકો આ વીડિયોમાં અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. આ વીડિયોમાં લોકો કહે છે કે of my god તો અન્ય લોકો કહે છે કે શા માટે એન્જિનિયર આવી ભૂલ કરી બેસતા હોય છે. શું તે લોકોને કોઈ વ્યક્તિના જીવની જરા પણ ચિંતા નહીં હોય. આમ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
લોકો આવા પાર્કમાં મસ્તી મજાક કરવા જતા હોય છે. અને સ્લાઈડ નો આનંદ માણવા જતા હોય છે. પરંતુ આવી ઘટના બનતા ની સાથે લોકો પણ હચમચી જતા હોય છે. જાણવા મળ્યું હતું કે આ સ્લાઈડને શુક્રવારે ચાર કલાક બંધ રાખવામાં આવી હતી. ત્યારબાદ ફરી થી શરૂ કરવામાં આવી હતી સદનસીબે સ્લાઇડ ફરી શરૂ થતા તેના માં કોઈ ખામી સર્જાઈ ન હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!