Gujarat

વડોદરામાં એમ.એસ.યુનિવર્સીટીનો વિધાર્થી પોતાના મિત્ર સાથે વાત કરતો હતો ત્યાં જ થયું એવું કે મૌતને પામ્યો ! પરિવાર તથા મિત્રો દુઃખમાં ગરકાવ…

Spread the love

અત્યારનો જમાનો એવો ચાલી રહ્યો છે કે યુવાનો ને પણ હવે હાર્ટ અટેક આવાના કિસ્સાઓ સાંભળવા મળી જાય છે અને મોત નીપજતું હોય છે, હવે આમ જોઈએ તો દરેક રાજ્યોમાં આવા હાર્ટ અટેક આવતા લોકોના અવસાન થવાના કિસ્સાઓ સામાન્ય બની ગયા હોય એમ લાગી રહ્યું છે.ઘણીવાર કોઈને ડાન્સ કરતાં કરતાં હાર્ટ અટેક આવી જતો હોય છે તો કોઈ વ્યક્તિ નું એક છીંક ના  કારણે પણ અવસાન થઈ જતું હોય છે તો વળી કોઈ કસરત કરતાં કરતાં જ ભગવાન ના શરણે જય પહોચતા હોય છે.

તો ઘણા કિસ્સામાં  કોઈ વ્યક્તિ ધાર્મિક સ્થળે પૂજા અર્ચના કરતું હોય ત્યાં જ યમરાજાની સવારી આવી પહોચતી હોય છે, આમ હવે હાર્ટ અટેક આવતી માત્ર વૃધ્ધો જ નહીં પરંતુ યુવાનો પણ મોત ના દ્વારે પહોચી જતાંના કિસ્સાઓ જોવા મળી જતાં હોય છે. ત્યારે હવે વડોદરા માથી પણ એક આવો જ ગમગીન કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં એમ. એસ. યુનિવર્સિટી ની સાઇન્સ ફેકલ્ટીના એક વિધ્યાથીનું હાર્ટ અટેક આવના કારણે અવસાન થયાની ખબર સામે આવી રહી છે. માહિતીમાં જાણવામાં આવ્યું કે એમ એસ યુનિવર્સિટી માં ઝૂઓલોજી માં અભ્યાસ કરતાં દીપ ચૌધરી ને હાર્ટ અટેક આવ્યો હતો.

તે પોતાના મિત્રોને મળવા માટે બોય્સ હોસ્ટેલ  ગયો હતો અને ત્યાં તેમની સાથે વાતો કરતાં કરતાં જ ઢળી પડ્યો હતો આથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જ્યાના ફરજ પરના તબીબે તેને મરુત ઘોષિત કર્યો હતો આમ વિધ્યાર્થી નું અચાનક જ અવસાન થવાના કારણે યુનિવર્સિટીમાં અને પરિવારના લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ ભાવનગરમાંથી પણ એક મહિલાને ફરજ દરમિયાન જ હાર્ટ અટેક આવી જવાથી મોતને ભેટ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે .

જ્યાં માહિતીમાં જણાવ્યા અનુસાર ભાવનગર પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી અને હજુ નવી બેંચમા જ ભરતી થયેલ ભાખલપરાની નિવાસી કવિતાબેન ભટ્ટ પોલીસ પરેડ બાદ અચાનક જ ઘરે આવતા જ છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો આથી તેમણે સારવાર માટે જડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું. આમ અચાનક જ હાર્ટ અટેક આવાથી 28 વર્ષની આ યુવતીનું દુખદ અવસાન થતાં સમગ્ર પોલીસ કર્મીઓ અને પરિવારના લોકોમાં દુખણાં વાદળો છવાઈ ગયેલા જોવા મળ્યા હતા. અને પરિવારના લોકો પર દુખ નું આભ તૂટી પડ્યું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *