રાજકોટ- ધોરણ-11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ એસિડ પીય લેતા મોત ને ભેટ્યો, પિતા એ માત્ર એટલું જ કીધું હતું કે…
ગુજરાત માં આપઘાત ના કિસ્સાઓ માં વધારો થઇ રહ્યો છે. હવે તો વિદ્યાર્થીઓ ના આપઘાત ના કિસ્સાઓ પણ અવારનવાર સામે આવે છે. અમરેલી જિલ્લા માંથી એક આપઘાત નો કેસ સામે આવ્યો છે. અમરેલી જીલા માં કુંકાવાવ તાલુકાના ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી એ આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર લુણીધાર માં રહેતા 17-વર્ષ ના યુવાને એસિડ પીય લેતા મોત ને ભેટ્યો છે.
મૃતક વિદ્યાર્થી ધોરણ-11 માં એસ.કે.પી સ્કૂલ માં અભ્યાસ કરતો હતો. હવે તે ધોરણ-12 માં આવવાનો હતો. મૃતક યુવાનને ધોરણ-12 નો અભ્યાસ રાજકોટ માં કરવો ન હતો. આથી તેણે તેના પિતા ને કહ્યું પણ પિતા એ એમ કહ્યું કે ધોરણ-12 પણ રાજકોટ માં જ કરવું પડશે. આ વાત યુવાનને પસંદ ના પડી અને તેણે એસિડ પીય લીધું હતું.
બસ આટલી જ વાત માં યુવાને એસિડ પીય લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ, સારવાર દરમિયાન યુવાન મૃત્યુ પામ્યો હતો. આ વાત પ્રાથમિક તપાસ માં જાણવા મળી છે. પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માત્ર 17-વર્ષીય યુવાને આપઘાત કરતા પરિવાર માં ભારે શોક જોવા મળે છે. ગુજરાત અને ભારત માં આવા અનેક બનાવો સામે આવતા હોય છે. બાળકો ને કઈ પણ કહેતા વિચારવું જરૂરી થઇ પડે છે.
બાળક ના મનમાં વાત ની એવી અસર થાય છે કે તે આખરે આડું પગલુ ભરી લેતા હોય છે. અમુક વાત માં બાળક નો ઈગો નો ઘવાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!