લીંબડી રોડ પર સર્જાયો ગોઝારો અકસ્માત 8-વર્ષ ના બાળક સહિત ત્રણ લોકો ના ઘટના સ્થળ પર જ મોત. કારણ જાણવા મળ્યું કે…
ગુજરાત માં વારંવાર અકસ્માત ના કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. હાલ માં સુરેન્દ્રનગર જિલ્લા માંથી અકસ્માત નો બનાવ સામે આવ્યો છે. જેમાં એક બાળક સહીત ત્રણ વ્યક્તિઓ ના ઘટના સ્થળ પર જ મોત થયા છે. અને બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામા આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લીબડી-રાણપુર રોડ પર વેજલકા પાસે એક પીક અપ વાન પલ્ટી મારી જતા ત્રણ વ્યક્તિના મોત થયા.
પીક અપ વાન પલ્ટી મારી જતા તેમાં બેસેલા બે પુરુષો અને એક આઠ વર્ષ ના બાળક નું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અને બે લોકો ને ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બનતા આખા વિસ્તાર માં ચકચાર મચી જવા પામી છે. લોકો ના ટોળેટોળા ઉમટી પડયા હતા. જાણવા મળ્યું કે, ડ્રાયવર નો કાબુ સ્ટિયરિંગ પર ન રહેતા આ ઘટના બનવા પામી છે.
બે ગંભીર રીતે ઇજાગ્રસ્તો ને તાત્કાલિક ના ધોરણે 108 એમ્બ્યુલન્સ દ્વારા લીંબડી ની સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ બોટાદ ની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના ની જાણ પોલીસ ને થતા ચુડા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. ત્રણેય લાશો ને પોસ્ટમોર્ટમ અર્થે ચુડા ની હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.
પરિવાર જનો ને આ વાત ની જાણ થતા પરિવાર શોક માં ગરકાવ થઇ ગયો હતો. આવા અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને નિર્દોષ લોકો એક્સીડંટ નો ભોગ બનતા હોય છે. ક્યારેક તો આખો પરિવાર જ એક્સીડંટ માં તબાહ થઇ જતો હોય છે. ક્યારેક લોકો ની બેદરકારી ના કારણે આવી ઘટના બનતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!