ચીન- ટેક ઓફ થતા પ્લેન માં અચાનક લાગી આગ બાદ માં જે થયું તે જોઈ ને……જુઓ વિડીયો.
ઉનાળા ની સીઝન માં આગ લાગવાના કિસ્સાઓ ઘણા સામે આવતા હોય છે. તાજેતર માં ચીન મા એક પ્લેન માં આગ લાગવાની ઘટના સામે આવી છે. ચીન ના તિબ્બેટ એરલાયન્સ ના વિમાન માં આગ લાગ્યા ની ઘટના સામે આવી છે. જેમાં એક મોટી દુર્ઘટના ટળી છે. જાણવા મળ્યું કે આ પ્લેન ચોંગકિંગ થી તિબેટ ના લ્હાસા જય રહ્યું હતું. પ્લેન રન વે પર ઉતરી જવાથી તેમાં આગ લાગી હતી.
આગ લાગવાને કારણે 25 પેસેન્જરો ઘાયલ થયા હતા. પ્લેન માં આંગ લાગવાના કારણે કાળા ધુમાડા ના ગોટેગોટા ઉડ્યા હતા. તિબેટ એરલાયન્સ નું આ પ્લેન TV9833 તિબેટ ના નિગચી જય રહ્યું હતું. અને તે અચાનક જ રન વે પર પલ્ટી ગયું હતું. ચીન માં એક મોટામાં મોટી દુર્ઘટના ટળી હતી.
ચીનના અખબાર પીપલ્સ ડેઈલી અનુસાર વિમાનમાં-113 મુસાફર અને 9- ક્રૂ-મેમ્બર સવાર હતા. રાહત અને બચાવકર્મીઓએ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જે લોકો ઘાયલ થયા હતા, તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ આખી ઘટના ગુરુવારે બની હતી.
આ ઘટના નો વિડીયો સોશિયલ મીડિયા પર શેર થયેલો જોવા મળે છે. લોકો વિડીયો જોઈ ને આશ્ચર્યચકિત થઇ જાય છે. અને જુદી જુદી પ્રતિ ક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો ઘણો બધો દર્દનાક જોવા મળે છે જોકે બોવ મોટી જાનહાની થવા પામી નથી.
Tibet Airlines TV9833/A319/B-6425 from Chongqing to Nyingchi was on fire during take-off this morning, details still not known. CKG/ZUCK closed for now. pic.twitter.com/CPL47fmfVk
— FATIII Aviation (@FATIIIAviation) May 12, 2022