હચમચાવનારી ઘટના, પિતા ના ઝઘડા નો ભોગ બન્યા તેના બે માસુમ પુત્રો, આરોપી એ બાળકો નું અપહરણ કર્યા બાદ કરી નાખી હત્યા.
મારામારી અને હત્યા ના બનાવો વારંવાર સામે આવતા જ રહે છે. લોકો નાની નાની વાતો માં એકબીજા ની હત્યા કરી નાખે છે. કયારેક પરિવાર ને પણ ખુબ જ ભોગવવાનો વારો આવે છે. એવી જ એક ઘટના ધાનપુર તાલુકા ની સામે આવી છે. જેમાં બે બાળકો ના પહેલા અપહરણ કરવામાં આવ્યા બાદ માં તેની ઘાતકી હત્યા કરી દેવામાં આવી હતી. આખી ઘટના બદલો લેવાની ભાવનાથી થય હતી.
ધાનપુર કાંટુ ગામના નિશાળ ફળિયામાં રહેતો રાજેશ( રાજુ મનુ) ધાનપુર ના કાંટુ ગામના સુરાડુંગરી ફળિયામાં રહેતા અને વનવિભાગ માં વોચમેન ની નોકરી કરતા નર્વતભાઈ સોમાભાઈ ના ઘરે ગયો હતો. નર્વતભાઈ ના બે દીકરા દિલીપ બામણીયા(10 વર્ષ) અને બીજો પુત્ર રાહુલ બામણીયા (5 વર્ષ) બન્ને પુત્રો ઘરે રમતા હતા તે દરમિયાન બન્ને ને ટિફિન જમાડવાના બહાનું કાઢી બન્ને ને સાથે લઇ ગયો હતો. મોડી રાત સુધી ઘરે મુકવા આવ્યો ન હતો. બાળકો ન મળતા તેના પિતા એ પોલીસ ને જાણ કરી હતી.
બાદ પોલીસે વધુ તપાસ કરતા ગામથી બે કિલોમીટર દૂર આમલીમેનપુર ના જંગલો માં એક બાળક નિ લાશ જોવા મળી વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે તે લાશ દિલીપ બામણીયા ની છે. લાશ પથરો ની નીચે દાબી દીધેલી હાલત માં હતી. બીજા પુત્ર ની શોધખોળ કરતા તેની લાશ ગામના રોડ પર ના ઘાટા ના કુવામાંથી રાહુલ ની લાશ મળી આવી હતી. પોલીસે રાજેશ ની સામે અપહરણ નો ગુનો નોંધ્યો.
પોલીસ ને વધુ જાણવા મળ્યું કે બન્ને ભાઈઓ ની લાશ વચ્ચે અંદાજે સાત કિલોમીટર નું અંતર હતું. હવે આરોપીને પૂછપરછ બાદ જ ખ્યાલ આવે કે આખી ઘટના ને તેને કઈ રીતે અંજામ આપેલો છે. માહિતી માં જાણવા મળ્યું કે મૃત્યુ પામનાર ના પિતા ને પહેલા ઝગડો થયો હોય અને તેની દાઝ રાખીને આ કૃત્ય ને અંજામ આપવામાં આવ્યો હતો. એક સાથે બે નાના પુત્રો ની હત્યા થતા આખા ગામમાં શોક નો માહોલ સર્જાયો છે. માતા-પિતા એ તેના નાના એવા બાળકો ને ગુમાવી દીધા છે.