પત્ની ને માટે હૂબહૂ બનાવડાવ્યું તાજમહેલ જેવું ઘર. ઘર ની અંદર એવી એવી સુવિધાઓ કે, જુઓ ખાસ તસવીરો.
વિશ્વની સાત અજાયબીઓ માંની એક તાજમહેલ અને તાજમહેલ વિશ્વમાં પ્રેમની નિશાની તરીકે ઓળખવામાં આવે છે. આગ્રામાં આવેલો તાજમહેલ ને જોવા માટે દુનિયાભરમાંથી અનેક લોકો આવે છે. પરંતુ હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં એક પતિએ તેની પત્નીને તાજમહેલ જેવું ડિઝાઇન કરેલું સુંદર ઘર ગિફ્ટ કર્યું છે. આ મામલો મધ્યપ્રદેશના બુરહાનપુર શહેરનો છે.
જ્યાં આનંદના પ્રકાશ નામના વ્યક્તિએ તેની પત્નીને તાજમહેલના ડિઝાઈનવાળું ઘર ગિફ્ટ કર્યું છે. આનંદ પ્રકાશ એ તેની પત્ની મંજુષા ને ચાર બેડરૂમ વાળું આલીશાન ઘર આપ્યું છે જેના બાદ તેની પત્નીના હરખનો કોઈ પાર ન હતો. આ ઘર ના નિર્માણમાં ફાળો આપનાર એન્જિનિયર નું નામ પ્રવીણ ચોકસે છે કે જેને આ ઘર ને ડિઝાઇન કરેલું છે. પ્રવિણા વધુમાં કહ્યું હતું કે આનંદ અને તેની પત્ની એક વખત તાજમહેલ ગયા હતા.
ત્યારથી તેને તાજમહેલ ના જેવું ઘર બનાવવું હતું. આનંદે વાત કરી હતી જેના બાદ ખુદ પ્રવીણ તાજમહેલ ના નિરીક્ષણ માટે ગયા હતા અને ત્યારબાદ આનંદે તેના જેવું ડિઝાઇન વાળું ઘર કરવાનું શરૂ કર્યું હતું. તેના ઘરનો વિસ્તાર 90 બાય 90 તેનો મૂળભૂત માળખું 60 / 60 તેનું ગુંબજની ઊંચાઈ 29 ફૂટ છે ઘરમાં વિશાળ હોલ સાથે ચાર શયનખંડ, એક રસોડું, એક ધ્યાન ખંડ અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે.
તાજમહેલના જેવો દેખાવ કરવા તેના માટેના કારીગરોને બંગાળ અને ઇન્દોર થી બોલાવવામાં આવેલા હતા. તો તેના ફ્લોરિગ નું કામ કરવા રાજસ્થાનના મકરાણા થી કારીગરોને બોલાવ્યા હતા તો તેના જડતરના કામ માટે આગ્રાના પરફેક્ટ કારીગરો બોલાવવામાં આવ્યા હતા અને ઘરનું મોટાભાગનું ફર્નિચર સુરત અને મુંબઈથી થયેલું છે. આમ આ અનોખા કાર્યને લોકો બિરદાવી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!