સીરિયા-તુર્કી માં કુદરતે મચાવ્યો કાળો કેર. ભૂકંપ અને ઠંડી એ લીધો 15-હજાર નો જીવ, જુઓ તબાહી ની ભયાનક તસવીરો.
વિશ્વમાં કયા દેશમાં ક્યારે કુદરતી આફત્તો આવી પહોંચે તે કહી શકાતું હોતું નથી. વિશ્વના બે દેશ હાલમાં ભારે મુસીબતોમાં પડ્યા છે તેનું નામ છે તુર્કી અને સીરિયા. આ બે દેશોમાં સોમવારે ત્રણ મોટા ભૂકંપના આચકા આવતા ભારે તબાહી મચી ગઈ છે. ભૂકંપના આંચકા આવતા તેના ઘરો અને ઇમારત તબાહ થઈ ચૂક્યા છે તો ત્યાંનું તાપમાન પણ માઇનસ નવ ડિગ્રી થી બે ડિગ્રી સુધી નોંધાય છે.
જેના કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. વધુ વિગતે વાત કરવામાં આવે તો સમાચારોના માધ્યમથી જાણવા મળ્યું કે તુર્કી અને સીરીયામાં ભૂકંપના કારણે મૃત્યુ આંક 15,000 ને પાર પહોંચી ગયો છે. ઘાયલોની સંખ્યા 40,000 ને પાર પહોંચી ગઈ છે. ડબલ્યુ એચ ઓ અને યુ એન સહિત વિશ્વના 70 દેશો કરતા પણ વધારે દેશો બંને દેશોની મદદ માટે આગળ આવ્યા છે. માત્ર સરિયામાં જ ત્રણ લાખ લોકો ઘર વિનાના થઈ ગયા છે.
તુર્કીમાં ભૂકંપના આંચકા બાદ તીવ્ર ઠંડીને કારણે લોકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકો મોતને ભેટી રહ્યા છે. કાટમાળ નીચે અનેક મૃતદેહો દટાયેલા પડ્યા છે. મોટી મોટી ઇમારતો ધરાશાય થઈ જતા લોકો કાટમાળની નીચે દટાઈ ગયા છે. તો બીજી તરફ તુર્કીમાં ઘણા બધા શહેરોનું તાપમાન માઇનસ ડિગ્રીમાં ચાલ્યું ગયું છે. નિષ્ણાંતોના મત મુજબ આવી સ્થિતિમાં લોકોને હાઈપોથેમિયા થવાનું જોખમ પણ રહે છે.
આંકડાની વાત કરવામાં આવે તો તુર્કીમાં 9000 વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે ₹35,000 થી લોકો વધુ ઘાયલ થયા છે. સીરિયામાં 3,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો તો 4,000 થી વધુ લોકો ઘાયલ થયા. વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના કહ્યા અનુસાર સીરીયામાં અઠવાડિયા સુધી ભોજન પર્યાપ્ત છે. 8,000 થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે અને 60,000 થી વધુ બચાવ કર્મી ને ખડે પગે રાખવામાં આવેલા છે. ભૂકંપના અનેક ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!