ભારતના સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવી જીવન જીવે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર મુંબઈમાં આવેલા એન્ટિલિયા નામના ઘરમાં રહે છે. ચાર લાખ સ્ક્વેર ફૂટમાં બનેલા એન્ટિલિયા ઘરમાં 600 થી પણ વધુ લોકો નો સ્ટાફ કામ પર રહેલો છે. મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ અબજો રૂપિયાની સંપત્તિઓ ધરાવે છે. દુબઈમાં થોડા સમય પહેલા તેને પોતાની સંપત્તિ લીધી.
મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં વાત કરવામાં આવે તો તેને એન્ટીલિયા ઘરમાં એક થી એક ચડીયાતિ વસ્તુઓનો ઉપયોગ કરેલો છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર ભગવાન ની પૂજા, અર્ચના માં માનનારો પરિવાર છે. જ્યારે પણ તે લોકો કંઈક નવું કામ કરે છે. ત્યારે ભગવાનના દર્શને જરૂર જાય છે. મુકેશ અંબાણીના ઘરમાં આવેલા મંદિરની વાત કરવામાં આવે તો અંબાણી પરિવારે તેમના ઘરમાં આવેલું મંદિર સુંદર રીતે બનાવેલું જોવા મળે છે.
અંબાણીના ઘરમાં આવેલા મંદિરમાં ભગવાનની મૂર્તિથી લઈને મંદિરના દરવાજા પણ સોના ચાંદીના બનાવેલા જોવા મળે છે. નીતા અંબાણીએ તેના ઘરમાં બનાવેલા મંદિરને પણ હિરા જડીત કીમતી વસ્તુથી શણગારેલું જોવા મળે છે. ઘરમાં ઘણી બધી જગ્યાએ ભગવાનની મૂર્તિઓ રાખવામાં આવેલી છે. જેની કિંમત પણ ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર ભારતમાં ઘણા બધા મંદિરોમાં પૂજા અર્ચના કરવા જાય છે.
અને દર્શન કરીને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે. આપણે સૌ જાણીએ છીએ તેમ નીતા અંબાણી ipl ટીમ મુંબઈ ઇન્ડિયન્સના માલકીન છે. જ્યારે પણ તેઓ ટ્રોફી જીતીને આવે છે ત્યારે સૌ પ્રથમ મંદિરમાં ભગવાનના ચરણોમાં તે સમર્પિત કરે છે. ભગવાનના મંદિરમાં મૂર્તિથી માંડીને તમામ વસ્તુઓ સોના-ચાંદીનું જોવા મળે છે. જેના કેટલાક ફોટાઓ પણ સોશિયલ મીડિયામાં જોવા મળે છે. નીતા અંબાણીએ પોતાના ઘરની અંદર મંદિરને ખૂબ જ ભવ્ય રીતે શણગારેલું જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!