મહારાષ્ટ્ર- લાકડા ના ટ્રક અને ડીઝલ ટેન્કર વચ્ચે થયો ભીષણ અકસ્માત 9- નિર્દોષ લોકો ને મળ્યું દર્દનાક મોત.
ભારત માં રોજબરોજ અકસ્માત ના કિસ્સાઓ સામે આવતા જ રહે છે. અને એમાં અનેક લોકો મોત ને ભેટતા હોય છે. લોકો ને માથે મહામુસીબતો આવી પડે છે. રોડ અકસ્માત ના વારંવાર એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે લોકો નું બચવું મુશ્કિલ થઇ પડે છે. લોકો ને ભારે નુકશાન સહન કરવું પડતું હોય છે.
એવી જ એક ઘટના મહારાટ્ર ની સામે આવી છે. મહારાષ્ટ્ર ના ચંદ્રપુર માં એક એવો અકસ્માત થયો કે જોનારાઓ ની આંખો ફાટી ગઈ. ઘટના એવી ભયંકર હતી કે એકસાથે 9 લોકો ના મૃત્યુ થઈ ગયા. મહારાષ્ટ્ર ના ચંદ્રપુર ખાતે એક ડીઝલ ટેન્કર ચંદ્રપુર થી ગઢચિરોલી જય રહ્યું હતું. અને તે દરમિયાન એક લાકડાથી ભરેલો ટ્રક ચંદ્રપુર જય રહ્યો હતો.
આ બન્ને રાત્રે ચંદ્રપુર ના ચિચપલ્લી ગામે સામસામે એવા અથડાના કે બન્ને નો કુરચો બોલી ગયો. ડીઝલ ટેન્કર અને લાકડાથી ભરેલો ટ્રક હતો માટે બન્ને ની ટક્કર બાદ ભયંકર આગ લાગી ગઈ. અને તેમાં એકસાથે 9 લોકોં મૃત્યુ પામ્યા. મૃત્યુ પામનાર માં ટેન્કર અને ટ્રક ના 2-ડ્રાયવર, 2-ક્લીનર, અને 5-મજૂરો ના મોટ નિપજ્યા હતા.
અકસ્માત ની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાથો સાથ ફાયરસ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર સ્ટાફ ની ભારે જહેમત બાદ આગ ને કાબુ માં લેવામાં આવી હતી. ચારેબાજુ આગ ના ગોટેગોટા જોવા મળતા હતા. રોડ પર થી અવરજવર કરવા વાળા વાહનો માટે પણ મુશ્કિલેં સર્જાય હતી.