રોજબરોજ અકસ્માત થવાના અનેક કેસો સામે આવતા હોય છે. આપણે રોડ રસ્તાઓ ઉપર તો અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સાંભળ્યા હશે. પરંતુ તાન્ઝાનિયા દેશમાંથી રવિવારના રોજ એક દુઃખદ દુર્ઘટના સામે આવે છે. જેમાં એક પેસેન્જર વિમાન અકસ્માત નો ભોગ બન્યું છે. જે વિમાન અકસ્માતનો ભોગ બન્યું તે વિમાનમાં 43 લોકો સવાર હતા જે પૈકી 19 લોકોના વિમાન દુર્ઘટના ગ્રસ્ત માં મોત નીપજ્યા હતા.
bbc news આફ્રિકાના અહેવાલો મુજબ જાણવા મળ્યું કે માવનજા થી બુકોબા આ વિમાન જઈ રહ્યું હતું ત્યારે આ દુઃખદ દુર્ઘટના બની હતી. જેમાં 19 લોકો મોતને ભેટ્યા હતા. ખાસ વાત તો એ હતી કે તાનજાનિયાનું આ વિમાન રવિવારે વિક્ટોરિયા તળાવમાં ક્રેસ થયું હતું. આ વિમાન ઉત્તર પશ્ચિમ શહેરના બુ કોબા માં ઉતરવાનું હતું તે દરમિયાન આ ઘટના બની હતી.
આ ઘટનાનો વિડીયો પણ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ ઉપર શેર કરેલો છે જેમાં જોવા મળે છે કે રાહત અને બચાવવાની કામગીરી પુરજોસમાં ચાલી રહી છે. આમ આ દુઃખદ દુર્ઘટના બનતા ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી. જાણવા મળ્યું કે આ વિમાન પ્રિસિઝન એ તાન્ઝાનિયા નામની ખાનગી કંપની એરવેઝ ની માલિકીનું વિમાન છે. આ દુર્ઘટના બાદ અને બચાવ ની કામગીરી ની સાથે સ્થાનિક લોકોએ પણ આ કામગીરીમાં મદદ કરી હતી અને ઘાયલ લોકોને અસ્પતાલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આમ આ દુર્ઘટના બનતા ત્યાં ભારે ચકચાર પામી હતી. આ દુર્ઘટનામાં 39 મુસાફરો, બે પાયલોટ સહિત બે કેબીન ગ્રુપ મેમ્બરો સાથે 43 લોક સવાર હતા અને આ દુર્ઘટના એરપોર્ટથી લગભગ માત્ર 100 મીટરના અંતરે વિક્ટોરિયા તળાવમાં બની. આમ આવી રોજબરોજ અનેક ઘટનાઓ સામે આવતી રહે છે અને લોકો મોત ને ભેટતા રહે છે.
Precision Air plane crashes into Lake Victoria while trying to land in Tanzania; no word on casualties pic.twitter.com/EpRrgPvAVB
— BNO News (@BNONews) November 6, 2022
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!