Viral video

દુલ્હને પોતાના લગ્નમાં તૈયાર કરાવ્યો અનોખો લહેંગો, ખાસિયત જાણી વખાણ કર્તા થાકશો નહિ…જુઓ વિડિઓ

Spread the love

મિત્રો તમે સોશિયલ મીડિયા પર અવાર નવાર લગ્ન વિડિઓ જોતા હશો જેમાં લોકો ખુબજ ધૂમ ધામ થી લગ્ન કરી પોતાનો આ ખાસ દિવસ યાદગર બનાવતા હોઈ છે. તેબીજ રીતે હાલ એક વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબજ વાઇરલ થઈ રહ્યો છે જે જોઈ તમે પણ ભાવુક થઈ જશો આવો તમને આ વિડિઓ વિશે વિગતે જણાવીએ. જેમાં બધાજ જાનૈયાઓ ની સામે દુલ્હન જે કર્યું જોઈ લોકો જોતાજ રહી ગયા અને ખુબજ વખાણ કરતા રહી ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં કંઇક અલગ જ નજારો જોવા મળ્યો. દુલ્હને તેના લગ્ન માટે ખૂબ જ ઉત્સાહ સાથે ડ્રેસ ખરીદે છે. તે ઘણા મહિનાઓથી અલગ-અલગ દુકાનોમાં જઇને લહેંગા પસંદ કરે છે. ઘણા લહેંગા જોયા પછી, તેને ગમતો લહેંગો લઇ અને પછી તે તેના લગ્નના દિવસે પહેરે છે. લગ્નમાં દુલ્હનના લહેંગાને ખૂબ જ યાદગાર બનાવવા આવે છે. હાલ દુલ્હનનો આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

મિત્રો તમે વીડિયોમાં જોઈ શકો છો કે પોતાનો ડ્રેસ એવી રીતે તૈયાર કરાવ્યો કે પરિવારનો દરેક સભ્ય પોતાના દિલની વાત લખી શકે અને સહી કરી શકે. દુલ્હન લગ્ન માટે તૈયાર થતાંની સાથે જ માતા-પિતા, ભાઈ-બહેન જ નહીં પરંતુ પરિવારના ઘણા સભ્યોએ પણ દિલથી સહી કરી હતી. હવે આ લહેંગા જીવનભર માટે યાદગાર બની ગયો છે. લોકોને દુલ્હનનો આ વિચાર ગમ્યો. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર સિમરનબલજ્જૈન નામના એકાઉન્ટ દ્વારા આ વીડિયો અપલોડ થતાં જ લોકોએ તેને ઘણો પસંદ કર્યો. આ વીડિયોને શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, “સૌથી ખાસ વેડિંગ લહેંગા. તમે જોયું કે લહેંગા ઘણી નાની બારીઓથી ઘેરાયેલો હતો અને જ્યારે મેં આ લહેંગા પસંદ કર્યો, ત્યારે મેં કારીગરને એક બારી કાપવાનું કહ્યું જેથી મારો પરિવાર તેના પર સહી કરી શકે. મારા પરિવારે તેના પર હસ્તાક્ષર કર્યા છે અને આ લહેંગા હંમેશા મારા હૃદયની નજીક રહેશે.”

 

View this post on Instagram

 

A post shared by Simran Jain (@simranbalarjain)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *