શિયાળાની ઠંડી વચ્ચે હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી ચોંકાવનારી આગાહી ! કહ્યું ”ગુજરાતના આ જિલ્લાઓમાં…જાણો વિગતે
મિત્રો જેમ તમે જાણોજ છો કે હાલ શિયાળની સીઝન ચાલી રહી છે અને આ ૠતુના હાલ છેલ્લા દિવસો ચાલી રહ્યા છે. તેવામાં વાત કરવામાં આવે તો હવામાનના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક ચોંકવાનારી આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં તોફાની પવન અને કમોસમી વરસાદની સંભાવના છે. તો આવો તમને અંબાલાલ પટેલની આગાહી વિસ્તાર પૂર્વક જણાવીએ.
તેમના કહયા મુજબ તા. 27 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ જળદાયક ગ્રહોના યોગો, ઉદય અને ગ્રહોના ફેરફારના કારણે પવનની ગતિમા ફેરફાર થતો જોવા મળશે તો આ સાથે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે. તેમજ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વતાર્વર્ણમાં પલટો આવી શકે છે.
તેમજ આ સતયહે અંબાલાલ પટેલે આગાહી કરતા વધુમાં જણાવ્યું કે રાજ્યમાં 1 થી 5 માર્ચે પવનનો યોગ સર્જાતા ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી છે જેમાં રાજ્યના કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, સુરેન્દ્રનગર, અમદાવાદ, થતા બનાસકાંઠા સહીતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમજ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
જેમાં તેઓએ કહ્યું છે કે ફેબ્રુઆરીના અંતમાં ઠંડીમાં ધીમે ધીમે ઘટાડો થશે. ઉત્તર ભારત પરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે, પરંતુ રાજ્યમાં કોઈ ઠંડીના રાઉન્ડની શક્યતા નથી.જોકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું હોવાના કારણે 27 ફેબ્રુઆરી દરમિયાન ઘણા વિસ્તારોમાં માવઠાના ઝાપટા આવી શકે છે.