Gujarat

સુરતના સચિન GIDC માં બની ખુબ જ દુઃખદ ઘટના ! ઈલેક્ટ્રીશયનને એટલું કરુણ મૌત મળ્યું કે ઘટના જાણી તમે ધ્રુજી જશો….

Spread the love

હાલમાં અકસ્માત ના બનાવો વધારે જ જોવા મલી રહ્યા છે ત્યારે સુરત શહેર માથી એક કમકમાટીભર્યા અવસાન ના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં સુરત ના સચિન GIDC ખાતેના ડાયમંડ પાર્કના શ્રી ક્રુષ્ણ સ્ટીલ કંપની ના એક કર્મચારી ને કરંટ લાગવાથી અવસાન થયું છે. વાસ્તવમાં ઘટના એમ થઈ હતી કે સુરત ના સચિન GIDC ના કનકપુર ના વીર નર્મદ હાઇટ્સ માં રહેતા 30 વર્ષના રામદાસ ચિંતે કે જે વ્યવસાયે વાયરિંગ નું કામ કરે છે. જે સુરતના ડાયમંડ પાર્ક માં નવી બનેલ ક્રુષ્ણ સ્ટીલ કંપની નું વાયરિંગ નું કામ કરી રહ્યા હતા જ્યાં મોડી  રાત સુધી તેઓ 30 ફૂટ ઊંચા પતરા પર શેડની અંદર ની બાજુનું કામ કરી રહ્યા હતા .

ત્યારે જ અચાનક તેમણે કરંટ લાગી આવ્યો હતો. જેના કારણે તેઓ બેભાન જ થઈ ગયા હતા. રામદાસ ચિતે 30 ફૂટ ઊંચા પતરાં ના શેડ કરવા માટે ક્રેન દ્વારા ઉપર ચડ્યા હતા અને બીજે કામ હોવાના કારણે ત્યાર પછી તે ક્રેન ચાલ્યું  હતું. આ દરમિયાન કામકાજ માં જ કરંટ લાગી ગયો હતો જેના કારણે તેઓ પતરા પર જ બેભાન થઈ ગ્યાં હતા. રામદાસ નો અવાજ ના આવતા તેના સાથી કર્મી ચિંતામાં મુકાઇ ગ્યાં અને તાત્કાલિક ફાયર વિભાગ ને બોલવાવવામાં આવી હતી ત્યાર બાદ તત્કાળ ઘટના સ્થળે ફાયસ સ્ટાફ દોડી આવ્યો હતો

અને યુવક ને પતરા પરથી નીચે ઉતરવાનો પ્રયાસ કરવા લાગ્યા હતા . આ ઘટના અંગે ભેસ્તાન ફાયર વિભાગ ના ઓફિસર દિનેશ રાણાએ જણાયું હતું કે અમને સચિન GIDC ખાતે આવેલા ડાયમંડ પાર્ક પ્લોટ નંબર 7માં બોલાવવામાં આવ્યા હતા જ્યાં પતરાના શેડ ઉપર અંદરની સાઈડે લાઇટ રીપેરિંગ કરવા જતા એક વ્યક્તિને કરંટ લાગ્યો હતો. તે વ્યક્તિ ત્યાંજ બેભાન થઈ ગયો હતો.30 ફૂટ ઊંચા પતરાના શેડ પર યુવક ફસાયો હોવાની જાણ થતા અમે અહી આવી પહોચ્યા હતા જેથી તેને નીચે ઉતારવા માટે હાઇડ્રોલિક મશીન સાથેની સીડીનો ઉપયોગ કરી ફાયર ટીમે ઉપર પહોંચી બેભાન યુવકને તાત્કાલિક નીચે ઉતાર્યો હતો.

ત્યાર બાદ યુવકને 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન બહુ જ કરૂણ અવસાન થયું હતું. વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે રામદાસ મૂળ મહારાસ્ટ્ર ના વાતની હતો અને તે સચિન વિસ્તારમાં જ પોતાની પત્ની અને બે બાળકી સાથે રહેતો હતો. તેમની પત્ની ને હજુ 1 મહિના પહેલા જ જુડવા બાળકી ને જન્મ આપ્યો હતો આ. આમ કરંટ લગતા અચાનક જ અવસાન થવાથી આ માસૂમ બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી . અને પરિવાર શોક માં મગ્ન જોવા મળ્યું હતું. હાલમાં તો આ ઘટના બનતા સચિન GIDC ના પોલીસમાં જાન કરવામાં આવી છે અને આ અંગે તપાસ હાથ ધરીને બોડીને પોસ્ટ મોટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવી છે અને આ અકસ્માત ની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *