India

યુવતીએ યુવકની ચાકુના ઘા ઝીકી ઢીમ ઢાળી દીધું!! હત્યા કરવાનું કારણ ફક્ત આટલુ.. જાણી તમને પણ આંચકો જ લાગશે

Spread the love

હાલમાં મધ્યપ્રદેશ ના ઈન્દોર થી એક હચમચાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક્સ ગર્લફ્રેંડ ને બીજા અન્ય છોકરા સાથે જોતાં જ તે યુવતી ના  પૂર્વ બોયફ્રેંડ એ તેને આ અંગે રોકવાનો પ્રયાસ કરતાં ગુસ્સામાં આવીને યુવતી એ  બિટેક ના વિધ્યાર્થીની હત્યા કરી નાખી છે.વાસ્તવ માં જાણવામાં આવ્યા અનુસાર ઈન્દોર ના વિજયનગર થાણા વિસ્તાર માં કાલ રાત્રે થોડા કોલેજ ના વિધ્યાર્થીઓએ પોતાના સાથી વિધ્યાર્થિની ચાકુ મારીને હત્યા કરી દીધી છે, આ હત્યા માં મુખ્ય આરોપી એક યુવતી છે જેનું નામ તાનયા છે.

આના સિવાય શોભિત ઠાકુર અને છોટું ઉર્ફ તન્મય ઋતિક ને પણ પોલીસ એ પકડી લીધા છે. આ ઘટના અંગેની ખબર મળતા જ પોલીસ એ દરેક આરોપીઓની ધરપકડ કરી અને પૂછતાછ કરતાં આ હત્યા કરવા પાછળની તમામ હકીકત સામે આવી ગઈ . આ ઘટના માં ઈન્દોર ના ડીસીપી અભિષેક આનંદ એ જણાવ્યુ કે એક કારમાં 5 મિત્રો મોનું ઉર્ફ પ્રભાસ પાવર, રચિત અને અન્ય લોકો ચા પીધા બાદ કાર લઈને મહાકાલ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન આરોપી યુવતી તાનયા શુભમ, છોટું અને રિતિક ની સાથે એક્ટિવામાં જય રહી હતી. અચાનક જ કાર માં  બેઠેલા યુવક એ પોતાની જૂની ગર્લફ્રેંડ તાનયા ને જોઈને કાર તેની સામે ઊભી રાખી.

આ વાતને લઈને વિવાદ શરૂ થઈ ગયો આ ઝગડા એ એટલું મોટું રૂપ લઈ લીધું કે એક્ટિવા સવાર તાનયા એ પોતાના અન્ય મિત્રો ની સાથે મળીને કાર સવાર રચિત પર ચાકુ થી હુમલો કર્યો પરંતુ રચિત કોઈ રીતે બચી ગયો , આના બાદ તાનયા એ બીજો વાર મોનું ઉર્ફ પ્રભાસ પર કર્યો. આ વખતે પ્રભાસ ને ચાકુ દિલની બાજુમાં લાગી ગયું હતું. ચાકુ નો ઘાવ વધારે હોવાના કારણે તેને તત્કાળ માટે હોસ્પિટલ ભરતી કરાવવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું. આ ઘટના અંગેની સૂચના પોલીસ ને લાગી તો પોલીસ એ ઉતાવળમાં આરોપીઓને ધરપકડ શરૂ કરી. ત્યાં જ જે જગ્યાએ આ હત્યાકાંડ ની ઘટના ને અંજામ આપવામાં આવ્યો તે જગ્યાના સીસીટીવી પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યા હતા.

જ્યાં સીસીટીવી માં ગાડી ના નમ્બર પ્લેટ ના આધારે આરોપીઓને શોધવામાં આવ્યા. અને પોલીસ એ આ તમામ ઘટના ના પગલે આરોપી તાનયા ની ધરપકડ કરવામાં આવી અને તેની પૂછપરછ કરવામાં આવી. જ્યાં પારંભિક  પૂછતાછ કરતાં પોલીસ ને જાણવામાં આવ્યું કે તાનયા ની કાર સવાર ટીટુ સાથે પહેલાથી જ મિત્રતા હતી અને અને જ્યારે ટીટુ એ તેને એક્ટિવા સવાર યુવક શોભિત અને છોટું ની સાથે ફરતા જોઈ તો કાર સવાર યુવક રચિત, ટીટુ અને મોનું ઉર્ફ પ્રભાસ સહિત ના અન્ય યુવકો એ યુવતી પર કમેંટ કરી.

આના પછી એક્ટિવા પર સવાર  શોભિત, છોટું અને તાન્યા એ કાર સવાર યુવકોને પહેલા રોક્યા, ત્યાર બાદ બંને પક્ષોમાં વિવાદ સર્જાયો, આ વિવાદ એટલો બધો બધી ગયો કે તાનયા એ ટીટુ અને રચિત પર ચાકુ થી હુમલો કર્યો પરંતુ રચિત અને ટીટુ ના બચી જતાં બીજો પ્રહાર તેને પ્રભાસ ઉર્ફ મોનું પર કર્યો હતો અને આ દરમિયાન મોનું ને ચાકુ દિલ માં જ લાગી ગયું, અને એએમ સારવાર દરમિયાન તેનું અવસાન થયું હતું. હાલમાં તો પોલીસ આ અંગે તનયા ની ધરપકડ કરી છે અને અન્ય આરોપીઓ શોભિત ઠાકુર અને છોટું ઉર્ફ તન્મય ઋતિક ની ધરપકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *