દલિત મહિલા મંદિર માં પ્રવેશતા મહિલા સાથે થયો દુર્વ્યવહાર. મહિલા ના વાળ પકડી મારવામાં આવ્યો માર, જુઓ વિડીયો.
આપણા દેશમાં હજુ પણ કેટલાક મંદિરો એવા છે કે જ્યાં દલિત લોકોને અથવા તો દલિત મહિલાઓને અથવા તો માત્ર મહિલાઓને પ્રવેશ આપવા દેવામાં આવતો હતો નથી. પરંતુ ક્યારેક મહિલાઓ અથવા તો દલિત લોકો મંદિરમાં આવી જતા ભારે હોબાળો મચી જતો હોય છે. એવી જ ઘટના એક કર્ણાટકમાંથી સામે આવી છે. જેમાં એક દલિત મહિલા મંદિરની અંદર પ્રવેશ કરતા મંદિરના એક વ્યક્તિએ તેને વાળ ખેંચી ખેંચીને બહાર કાઢી હતી.
અને મંદિરમાં માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સામે આવેલો છે. વીડિયોમાંથી જાણવા મળ્યું કે આ વિડીયો કર્ણાટક રાજ્યનો છે. જેમાં થી જાણવા મળ્યું કે કર્ણાટકમાં આવેલા એક મંદિરમાં કોઈ દલિત મહિલા મંદિરના ગર્ભ ગૃહમાં પ્રવેશ કરે છે. ગર્ભ ગૃહમાં મહિલા સહિત પાંચ લોકો ઉપસ્થિત હોય છે. તેમાંથી એક વ્યક્તિ મહિલા ની સાથે ઉગ્ર બોલાચાલી કરે છે. મહિલાને બહાર નીકળવાનું કહે છે પરંતુ મહિલા બહાર નીકળવાનો વિરોધ કરે છે.
ત્યાં ઉપસ્થિત કોઈ એક વ્યક્તિ આ મહિલા ને પકડીને તેને મંદિરમાંથી બહાર કાઢવાની કોશિશ કરે છે. મહિલા ફરી પાછી મંદિરમાં પ્રવેશ કરે છે તો તે વ્યક્તિ મહિલાના વાળ પકડીને તેને ઢીકાપાટુ નો માર મારે છે અને મંદિરની જમીન ઉપર પછાડી દઈને તેના વાળ પકડીને મહિલાને મંદિરમાંથી બહાર કાઢે છે.
वीडियो #Bengaluru का बताया जा रहा है।#BJP ने समाज में नफरत किस तरह फैलाई है उसकी मिसाल है ये वीडियो।
मंदिर बोर्ड का सदस्य बेरहमी से हमारी #Dalit बहन की पिटाई कर रहा है।@BSBommai @BlrCityPolice क्या सो रही है?मंदिर में देवियों का अपमान, नहीं सहेगा हिन्दुस्तान#StopHate pic.twitter.com/dHomuNCouk
— Netta D’Souza (@dnetta) January 6, 2023
ત્યારબાદ વીડિયોમાં જોવા મળે છે તેમ મંદિરની બહાર આવેલી મહિલા સાથે ફરી વ્યક્તિ દ્વારા તેની સાથે મારપીટ કરવામાં આવે છે. પરંતુ કોઈ વ્યક્તિ મહિલાનો બચાવ કરી રહ્યા નથી માત્ર તમાશો જોઈ રહ્યા છે. આ બાબતે પોલીસે મંદિરના ધર્મદર્શી મુનિકૃષ્ણા નામના વ્યક્તિની ધરપકડ કરી છે અને મુનિકૃષ્ણા નામના વ્યક્તિ વિરુદ્ધ ipc ની કલમ 354 અંતર્ગત મામલો નોંધવામાં આવેલો છે. આ ઘટના 31 ડિસેમ્બર ની જાણવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!