આ મહિલાને લાઈટબીલ આવ્યું અધધધ…હજારો નહીં પણ લાખો રૂપિયામાં આવ્યું ! આવું કઈ રીતે થયું, કારણ જાણી તમને આંચકો જ લાગશે….
વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો આપણી સાથે અનેક વખત એવી ઘટનાઓ સામે આવી જતી હોય છે જેના વિશે જાણીને માત્ર આપણે ચોકી જ જવા પામતા હોઈએ છીએ, એવામાં તમે અનેક વખત એવા લેખો તો વાંચ્યા જ હશે જેમાં કોઈ વ્યક્તિને ક્યારેક વધારે પડતું જ લાઈટ બિલ આવી જતું હોય છે. અમુક વખત કરોડોમાં તો અમુક વખત લાખો રૂપિયાની અંદર આવા બીલો આવતા હોય છે.
એવામાં હાલ સોશિયલ મીડિયા પર આ કિસ્સો વાયરલ થઇ રહ્યો છે જેમાં કર્ણાટકના ઉલ્લોબેલના નિવાસી એવા સદાશિવ આચાર્યના નામે એટલૂ બધું વધારે બિલ આવ્યું કે જાણીને સૌ કોઈને આંચકો જ લાગી ગયો હતો. તમને જાણતા નવાય લાગશે કે સદાશિવ આચાર્યના બિલમાં 99,338 યુનિટ જેટલા યુનિટ ખર્ચ થયા હોય તેવો ઉલ્લેખ થયો હતો અને બિલની રકમ 7,71,072 રૂપિયા નોંધવામાં આવી હતી.
સદાશિવ આચાર્યનું જણાવું છે કે તેઓને માસિક 3000 રૂપિયાનું બિલ આવે છે એવામાં અચાનક જ આટલી મોટી રકમ બિલમાં આવી જતા તેમની પણ આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ હતી. ખરેખર આ વાત એક ખુબ ચોંકાવનારી કહેવાય કારણ કે એક સમયે માસમાં ફક્ત 1 લાખ રૂપિયાનું બિલ આવતા ઘરમાં અચાનક જ 7 લાખ રૂપિયાનું બિલ આવે તે કેટલી હચમચાવી દેતી બાબત કહેવાય.
ઉલ્લાબેલા મેસકૉમ સબ ડિવિઝનના કાર્યકારી અભિયંતા એવા દયાનંદે સદાશિવને જેટલા યુનિટ વપરાશ કર્યા હતા તે અનુસાર જ બિલ આપવાની ખાતરી આપી હતી.હજી થોડા વર્ષો પેહલા જ એક આવું જ બિલ સામે આવ્યું હતું જેમાં એક મોટી ઉંમરના કાકાના ઘરે એટલા બધા રૂપિયાનું બિલ આવ્યું હતું કે જાણીને સૌ કોઈને આંચકો જ લાગ્યો હતો, આ બિલ લાખો કે હજારોમાં ન હતું પણ આ બિલ કરોડો રૂપિયામાં આવ્યું હતું જે બાદ તેઓએ કાર્યકારી એજન્સીમાં આ અંગેની ફરિયાદ કરી હતી અને આ પૂરો મામલાને ક્લિયર કરાવ્યો હતો.