આશિકી 3 માં આદિત્ય રોય કપૂર નહીં પણ આ દિગ્ગ્જ અભિનેતા ભજવશે પોતાનો રોલ ! અભિનેત્રી પણ આ હશે…જુઓ તસ્વીર
તમે જાણતા હશો કે 90 ના દાયકાની ફિલ્મ આશિકીએ તે સમયમાં લોકોના દિલો પર રાજ કર્યું હતું, આ ફિલ્મી ફક્ત સ્ટોરી જ નહીં પરંતુ ફિલ્માં ગીતોએ લોકોના દિલ જીતી લીધા હતા. આ ફિલ્મની સફળતાને ધ્યાનમાં રાખીને આ ફિલ્મની સિક્વલ ‘આશિકી 2’ બનાવામાં આવી હતી જેણે તો આખી બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં જાણે તહેલકો જ મચાવી દીધો હોય તેવી સ્થિતિ ઉભી કરી દીધી હતી.વર્ષ 2013 માં રિલીઝ થયેલી આશિકી 2 એ બોક્સઓફિસ પર સુપરહિટ ફિલ્મ રહી હતી.
એવામાં આશિકી 2 ફિલ્મી જબરી સફળતા જોયા બાદ ફિલ્મના ડાયરેક્ટરે આશિકી 3નું પોસ્ટર શેર કર્યું છે અને જણાવ્યું છે કે તેમાં હીરો તરીકે કાર્તિક આર્યન રહેશે. આ ફિલ્મમાં લીડ કરનાર કાર્તિક આર્યન સાથે કઈ અભિનેત્રી જોડી જમાવશે તે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.અમુક લોકોનું માનવું છે કે આ ફિલ્મમાં ફરી એક વખત શ્રધા કપૂર જ જોવા મળશે. તમે જાણતા જ હશો કે આશિકી 2માં આરોહીનું પાટ શ્રધા કપૂરે બખૂબી નિભાવ્યું હતું.
એવામાં સોશિયલ મીડિયા પર ચાલી રહી આવી અટકળોને ધ્યાનમાં રાખીને ફિલ્મના પ્રોડ્યુસરે લીડ એક્ટ્રેસ અંગે એક મોટો ખુલાસો કરી દીધો છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરતા મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે આ ફિલ્મમાં અમે કાર્તિક આર્યન સાથે કોઈ વિરુદ્ધ જ અભિનેત્રીને લાવવા માંગીએ છીએ. આ કાર્ય કરવા માટે ફિલ્મના ડાયરેક્ટ અને પ્રોડયુસર ખુબ મેહનત કરી રહ્યા છે કારણ કે હાલ તેઓ આ ફિલ્મ માટે એક નવો ચેહરો જ લાવવા માંગે છે જે દર્શકોને વધારે મનોરંજન આપે.
પ્રોડ્યુસર મુકેશ ભટ્ટે જણાવ્યું છે કે આ ફિલ્મની સ્ક્રિપટ લખવાની શરૂઆત થઇ ચુકી છે અને આવતા વર્ષમાં જ આ ફિલ્મની શૂટિંગ કરી. હવે દિલચસ્પ વાત તો એ રહેશે કે આ ફિલ્મ માટે કઈ અભિનેત્રીની પસંગી કરવામાં આવશે. પોસ્ટર અને લોકોનો ઉત્સાહ જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ ખુબ જ ધમાકેદાર રહેશે અને લોકોને જોવી પણ ગમશે.