18 વર્ષની પ્રેમિકા નું ગેરકાયદેસર ગર્ભપાત કરાવવા જતા થયું મોત પોલીસ દ્વારા પ્રેમી અને…..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે માનવી ઘણો લાગણીશીલ છે જેના કારણે તે પોતાના જીવનમાં અનેક લોકો સાથે સંબંધ રાખે છે. જે પૈકી પ્રેમ એક છે. મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમ કરનાર લોકો એક બીજા સાથે રહેવા માટે અનેક પ્રયત્ન કરે છે. જો કે આપણા સમય માં પ્રેમ અને પ્રેમ લગ્નને કંઈક અલગ નજરે જોવામાં આવે છે.
મિત્રો પ્રેમ એટલે એવો એહસાસ કે જ્યાં પ્રેમ કરનાર વ્યક્તિ સાથે હોઈ કે ન હોઈ પરંતુ તેના માટે ખુશી અને સલામતી ની કામનાઓ કરવામાં આવે. તે સાચો પ્રેમ છે. પરંતુ હાલ લોકો નો પ્રેમ શરીર સાથે જોડાયેલ છે. જેના કારણે પ્રેમી યુગલો લગ્ન પહેલા જ એક બીજા સાથે શરીર સંબંધ બાંધે છે. અને સમાજથી છુપાવે છે. જો કે ઘણી વાર આવો સંબંધ તેમના માટે ઘાતક સાબિત થાય છે.
હાલ આવો જ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક પ્રેમી ગેરકાયદેસર રીતે પોતાની પ્રેમિકાનુ ગર્ભપાત કરાવવા જાય છે પરંતુ તે સમયે વધુ લોહી વહી જતા પ્રેમિકા મૃત્યુ પામે છે. જો આ બનાવ અંગે વિસ્તારથી વાત કરીએ તો તે આ મુજબ છે.
આ બનાવ રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લો નો છે જ્યાં એક અમાનવીય ઘટના સામે આવી છે. જણાવી દઈએ કે અહીં એક પ્રેમી અને પ્રેમિકાના ગેરકાયદેસર સંબંધોના કારણે યુવતિ ગર્ભવતી થઈ જે બાદ પ્રેમી યુવક આ યુવતિ નું ગર્ભપાત કરાવવા માટે 30 હજાર રૂપિયામાં સોદો એક નર્સ સાથે કર્યો હતો. જે બાદ આ બંને લોકો ગર્ભપાત કરાવવા માટે તે નર્સના ઘરે પહોંચ્યો હતો.
પરંતુ તેવા સમયે વધુ પડતું લોહી વહેવાને આ પ્રેમી ગભરાઈ ગયો હતો અને તે પ્રેમિકા સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયો. પરંતુ ત્યાં તેનું મૃત્યુ થયું હતું. જે બાદ પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર નર્સ અને પ્રેમી બંનેની ધરપકડ કરી છે.
જો વાત આ પ્રેમી અને નર્સ અંગે કરીએ તો હનુમાનગઢ જિલ્લાના સાંગરિયાના શાહપીની ગામનો રહેવાસી અંકિત કુમાર કે જેની ઉંમર 22 વર્ષ છે તે એક 18 વર્ષની છોકરી સાથે પ્રેમમાં હતો. જેના કારણે આ 18 વર્ષની યુવતી ગર્ભવતી બની હતી. આ વાતની જાણ થતાં બંને ઘબરાઇ ગયા અને અંકિતે ગેરકાયદેસર ગર્ભપાત કરાવવાની યોજના બનાવી હતી. પોતાની આ યોજના ને પૂરી કરવા માટે તેણે આજ વિસ્તાર માં રહેતી નર્સ મમતાનો સંપર્ક કર્યો. અને તે બંને એ ગર્ભપાત ને લઈને 30 હજાર રૂપિયામાં સોદો કર્યો.
જણાવી દઈએ કે મમતા હનુમાનગઢ શહેરના વોર્ડ નંબર 46માં તેના ભાડાના મકાનમાં રહે છે. અહીં જ તેણે અને તેની સાથી નર્સ કે જે આ ગર્ભપાત માં મદદ માટે આવી હતી તે બંનેએ આ 18 વર્ષની યુવતિનો ગર્ભપાત કરાવ્યો હતો. જો કે આ દરમિયાન યુવતિનું વધુ પડતું લોહી વહી જવાને કારણે અંકિત ડરી ગયો હતો. અને તેને હોસ્પિટલ લઇ ગયો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું.
આ બાબત અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી ત્યારે અંકિતે બચવા માટે ખોટું બોલ્યો કે તેને આ યુવતિ રસ્તા પર પડેલી મળી હતી. આથી તેણે તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો. જો કે બાબત અંગે વધુ તપાસ બાદ બધી ઘટના અંગે માહિતી મળી. આ યુવતિના મોત બાદ ગર્ભપાત કરનાર બંને નર્સ ભાગી ગઈ હતી જો કે હાલ પોલીસ દ્વારા અંકિત અને આ બંને નર્સ ને પકડી પાડવામાં આવી છે.