મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે વર્તમાન સમયમાં ગુજરાતી સંગીત અને ગુજરાતી ફિલ્મ જગત પોતાની આગવી ઓળખ ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે અગાઉ પણ ગુજરાતી કલા ની જાહોજલાલી હતી પરંતુ વચ્ચે થોડા સમય માટે જાણે ગુજરાતી કલા જગતે પોતાની ચમક ખોઈ બેઠયા હોઈ તેમ ગુજરાતી ફિલ્મો અને સંગીત થી લોકો દુર થવા લાગ્યા. અને લોકોની રૂચી તેમાં ઘટવા લાગી.
જોકે છેલ્લા થોડા સમયથી ફરી એક વખત ગુજરાતી કલા ક્ષેત્રો એજ સ્ફૂર્તિ અને ચમક સાથે પરત આવ્યું છે કે જેના કારણે આજે ઘરે ઘરે ગુજરાતી ફિલ્મ અને સંગીતના વખાણ જોવા મળે છે વર્તમાન સમયમાં દેશ અને વિશ્વ ના અનેક લોકોને ગુજરાતી ફિલ્મો અને ડાયરાઓ, આખ્યાનો લોક ગીતો ઘણા જ પસંદ આવે છે. જોકે હાલમાં ગુજરાતી સંગીત અને કલા ક્ષેત્ર આટલી ઉચાઇઓ ઉપર છે તેની પાછળ ગુજરાતી કલાકાર અને સિંગર ની ઘણી મહેનત છે
વર્તમાન સમયમાં દરેક લોકો ગુજરાતી સંગીત અને સંગીતકાર ને ઘણું માન આપે છે. આપણે અહી આવાજ એક લોક પ્રિય કલાકાર વિશે વાત કરવાની છે કે જેમનો ચાહક વર્ગ આખા વિશ્વમાં ફેલાયેલો છે, આપણે અહી અભિનય અને સંગીત ક્ષેત્રે પોતાનું આગવું નામ ધરાવનાર જીગ્નેશ કવિરાજ વિશે વાત કરવાની છે આપણે અહી તેમના જીવન અંગે અમુક માહિતી મેળવવાની છે.
જણાવી દઈએ કે આજના સમય માં ગુજરતી કલા ક્ષેત્રે જીગ્નેશ કવિરાજ નું નામ ઘણું સન્માનથી લેવામાં આવે છે તેમણે અનેક ફિલ્મો માં પણ કામ કરેલું છે તેમના અવાજના દિવાના આખા જગતમાં છે લોકો તેમના નવા ગીતને લઈને રાહ જોતા હોઈ છે. જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજ નો જન્મ ગુજરાત ના મહેસાણા માં ખેરાલુ ગામમાં થયો હતો જીગ્નેશ કવિરાજ એક સામાન્ય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આજે જીગ્નેશ કવિરાજ જેટલું વૈભવી જીવન જીવે છે તેવું અગાઉ જીવતા ના હતા.
જીગ્નેશ કવિરાજ પોતાની મહેનત અને આવડત થી આજે સફળ થયા છે. જણાવી દઈએ કે જીગ્નેશ કવિરાજના પિતા અને કાકા સહીત પરિવાર ને ઘણા લોકો ગાયન ક્ષેત્રો સાથે જોડાયેલા હતા પરંતુ પરિવારની ઈચ્છા જીગ્નેશ કવિરાજ ગાયક નાં બને અને ભણીને કોઈ સારી જગ્યાએ કેરિયર બનાવે તેવી હતી.
જો કે બાળપણ થી જ પરિવારમાં સંગીત યુક્ત વાતાવરણમાં મોટા થયેલા જીગ્નેશ કવિરાજ ને ભણતર કરતા ગાયન ક્ષેત્રે વધુ રસ હતો માટે જ તેમણે ૮ માં ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ પોતાની મહેનત ગાયન ક્ષેત્ર તરફ કરી અને આ ક્ષેત્રેમા આગળ વધ્યા. જીગ્નેશ કવિરાજએ પ્રથમ વખત વિસનગર માં પોતાના સુરોનો જાદુ વિખેર્યો જે બાદ લોકોને તેમનો અવાજ ઘણો પસંદ આવ્યો અને જીગ્નેશ કવિરાજ એક પછી એક અનેક ગીતા ગાતા રહ્યા. જેને લોકોએ ઘણો પ્રેમ આપ્યો