Categories
Gujarat

શું તમે જાણો છોકે ગુજરાતના આ ગામ સાથે લોક ગાયકા કાજલ મહેરિયાને ખાસ સંબંધ તેમની આવાત..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં આખા રાજ્ય ઉપરાંત દેશ વિદેશ માં પણ લોકો દ્વારા ગુજરાતી સંગીત ને ઘણું પસંદ કરવામાં આવે છે. લોકોને ડાયરા, સંગીત, ભજન, અને અન્ય ગુજરાતી સંગીત પસંદ આવે છે. લોકો દ્વારા ગુજરાતી સંગીત અને સિંગર ને પણ ઘણા પસંદ કરવામાં આવે છે. આપણા ગુજરાતી સંગીતકાર ની લોકપ્રિયતા દેશ વિદેશ સુધી ફેલાયેલ છે.

આપણે અહીં આવાજ એક લોક પ્રિય સંગીતકાર વિશે વાત કરવાની છે કે જેઓ તેમના મધુર અવાજ ના કારણે હાલમાં ચર્ચામાં છે આપણે અહીં ગુજરાત ના લોક પ્રિય ગાયિકા કાજલ મહેરિયા વિશે વાત કરવાની છે. કે જેમણે પોતાના અવાજ ના કારણે લાખો લોકોને દિવાના બનાવ્યા છે.

આજે કાજલ મહેરિયા ઘણું જ ભવ્ય અને વૈભવી જીવન જીવે છે પરંતુ એક સમય હતો કે ખેડૂત પરિવાર માંથી આવતા કાજલ મહેરિયાએ જીવન માં સફળતા મેળવવા માટે ઘણી મહેનત કરી હતી. જણાવી દઈએ કે કાજલ મહેરિયા બાળપણ થી જ ગાવાનો શોખ ધરાવે છે. અને તેમણે શાળા માં હતા ત્યારથી જ ગાવા નું શરૂ કરી દીધું હતું.

હાલમાં કાજલ મહેરિયા દેશ વિદેશ માં ઘણું જ મોટી લોક ચાહના ધરાવે છે અને તેમના દરેક કાર્યક્રમ માં લોકોની ભારે ભીડ જોવા મળે છે આપણે અહીં કાજલ મહેરિયા ના જીવન વિશે વાત કરવાની છે. જણાવી દઈએ કે કાજલ મહેરિયા એક સામાન્ય ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે તેમનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકા સ્થિત ગોઠવા ગામ માં થયો હતો.

પિતા નગીનભાઈ ના ઘરે 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરીયા નો જન્મ થયો હતો. જણાવી દઈએ કે કાજલ મહેરીયા બાળપણ થીજ શાળા માં ગીતો ગાઈને પણ અનેક પુરુશ્કાર મેળવતા છે જણાવી દઈએ કે કાજલ મહેરીયા એ સૌથી પહેલા જીગ્નેશ કવિરાજ સાથે આલ્બમ સોંગ માં વર્ષ ૨૦૦૪ માં કામ કર્યું હતું

જે બાદ કાજલ મહેરીયાએ પાછળ જોયું જ નહીં અને સંગીત ક્ષેત્રે આગળ વધતાં રહ્યા. તેઓ સોશ્યલ મીડિયા ને યૂટ્યૂબ પર પણ ઘણા લોક પ્રિય છે. તેમનું સૌથી પહેલું ગીત ” ડીજે લગ્નના નવા આલ્બમ ” કે જે વર્ષ 2015 માં મોઢેરા ખાતેના એક્ કાર્યક્રમા ગાયુ હતું તે પછી વિદેશમાં પણ કાજલ મહેરીયાએ ઘણી લોક પ્રિયતા મેળવી

કાજલ મહેરીયા ગુજરાતી મ્યુઝિક ક્ષેત્રે ઉપરાંત હિન્દી સોંગ અને રાસ ગરબા સાથો સાથ અન્ય સ્ટેજ પ્રોગ્રામો ની અંદર ખૂબ જ મહેનત કરીને લોકપ્રિયતા મેળવી છે. હાલમાં કાજલ મહેરીયા ને દરેક લોકો ઓળખે છે અને તેમની લોકપ્રિયતા દેશ વિદેશમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *