India

પ્રેમની તાકાત જોવા આ દંપતિનો કિસ્સો જરૂર વાંચો! પરિવાર વિરુધ્ધ જઈ કર્યા લગ્ન પરંતુ એક દિવસ યુવતી..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિ ના જીવનમાં પ્રેમ ઘણો જ મહત્વ ધરાવે છે. આપણે સૌ જાણીએ છિએ કે પ્રેમમાં સંસાર બદલવાની તાકાત છે. એક વખત પ્રેમ થઈ ગયા બાદ વ્યક્તિ નું જીવન બદલાઈ જાય છે અને તેનામા અલગજ ઉર્જા જોવા મળે છે આપણે સૌ જાણીએ છિએ કે જો યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તો જીવન સ્વર્ગ સમાન બની જાય છે.

જોકે આપણા સમાજ માં પ્રેમને લોકો સારી દ્રસ્તિએ જોતાં નથી આપણે સૌ જાણીએ છિએ કે મોટા ભાગના પ્રેમ લગ્ન લાંબો સમય ટક્તા નથી માટે સમાજ પ્રેમ લગ્ન વિરોધ કરે છે પરંતુ આપણે અહીં એવા કિસ્સા વિશે વાત કરવાની છે જેને સમાજ માં અલગ જ દિશા આપી છે. આ ઘટના ગોવિંદપુર ની છે.

અહીં એક પ્રેમી દંપતિએ અનોખી મિસાલ આપી છે. જણાવી દઈએ કે આ વાત દીપક અને સુગમ ની છે કે જેમણે સંબંધીઓને જાણ કર્યા વિના પ્રેમ લગ્ન કર્યા હતા. જે ના કારણે તેમને અનેક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો હતો. સૌ પ્રથમ જો વાત દીપક અને સુગમ ના પ્રેમ સંબંધ અંગે કરીએ તો જણાવી દઈએ કે..

દીપક કુમાર નવાદા જિલ્લાના ગોવિંદપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દેલુઆ ગામના રહેતા મુકેશ પ્રસાદનો પુત્ર છે. જ્યારે સુગમ ગુપ્તા ગયા જિલ્લાના તનકુપ્પાના રહેવાસી અનિલ સાઓની પુત્રી છે. જો વાત દીપક અને સુગમ ની પહેલી મુલાકાત અંગે કરીએ તો વર્ષ 2018માં તેઓ ગયા ટાઉનના એક કોચિંગ સેન્ટરમાં મળ્યા હતા. બંને કોચિંગ સેન્ટરમાં સાથે અભ્યાસ કરતા હતા

આ એજ સમય હતો કે જ્યારે અભ્યાસ દરમિયાન દીપક અને સુગમ ની ઓળખાણ પહેલા મિત્રતા પછી પ્રેમમાં ફેરવાઈ. બંનેની જાતિ અલગ હતી જેથી પરિવારજનોને જાણ કર્યા વગર લગ્ન કરી લીધા હતા. બંને પક્ષના પરિવારજનો આ લગ્નથી બહુ ખુશ ન હતા. જે બાદ દીપક અને સુગમ ગોવિંદપુર માર્કેટમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા અને કોચિંગ શરૂ કર્યું.

સુગમે વર્ષ 2018 માં SSBનુ ફોર્મ ભરાયું હતું. જેને લઈને વર્ષ 2019 માં તેની શારીરિક કસોટી થઈ જે બાદ 20 એપ્રિલ 2021 ના રોજ્ તેઓ SSB માં જોડાયાં. આસામના સલોનીબારીમાં 11 મહિનાની ટ્રેનિંગ બાદ બહરાઈચમાં પોસ્ટિંગ મળ્યું. નોકરીમાં ત્રણ-ચાર દિવસની ફરજ બજાવીને તે પતિના ઘરે પરત આવી.

આ સમયે ગામ અને પરિવાર ના લોકો દ્વારા સુગમ ની આરતી ઉતારી શુભકામના સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સુગમ કહે છે કે મુશ્કેલીઓ પછી થોડા મહિના વીતી ગયા, પછી બધું આપોઆપ સારું થઈ ગયું. સુગમનું આગળ વધવાનું લક્ષ્ય એલડીસીને તોડવાનું કહે છે. આમ અનેક મુશ્કેલીઓ સામનો કરી ને પણ આજે સુગમ અને દિપકે પ્રેમની અનોખી મિસાલ આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *