કાળમુખા ટ્રકે લીધો બે કિશોરી નો જીવ જ્યારે એક બાઈક સવાર પણ અકસ્માત માં..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં અકસ્માત ને લાગતા બનાવો ઘણા વધી ગયા છે. વ્યક્તિ એકવાર ઘરની બહાર નીકળે તે પછી પછો સહી સલામત આવશે કે નહીં તે બાબત અંગે પણ ખાત્રી નથી. આપણે જ્યારે પણ ફોન કે છાપુ ખોલિએ કે તરત જ આવો એકદતો અકસ્માત ની ઘટના નજરે પડે જ છે. આવા અકસ્માત માં અનેક લોકો ને ઈજા પહોંચે છે તો ઘણા લોકો ને પોતાના જીવ પણ ગુમાવવા પડે છે.
મિત્રો ઘણા અકસ્માત એવા પણ હોઈ છે કે જેમાં એક પક્ષકારની કોઈ પણ ભૂલ ન હોઈ પરંતુ છતા પણ સામેના પક્ષકારની ભુલ કે ગેરસમજ ના કારણે અન્ય વ્યક્તિ ને અકસ્માત નો ભોગ બનવું પડે છે. મિત્રો મોટા ભાગના અકસ્માત સર્જાવાનુ કારણ વાહનની વધુ ગતી જ હોઈ છે.
મિત્રો હાલમાં આવો જ એક દુઃખદ અકસ્માત સામે આવ્યો છે કે જ્યાં એક વધુ ગતિ વાળા ટ્રકે એક સ્કૂટર અને બે કિશોરી ને ટક્કર મારી છે. આ ટક્કર ના કારણે બે લોકો ને પોતાના જીવ ગુમાવ્યા પડ્યા છે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. મિત્રો આ દુઃખદ અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગુજરાત ના દાહોજ જિલ્લાના લીમખેડા-ઝાલોદ હાઈવે ઉપર મોટા હાથીધરા નજીક સર્જાયો હતો. અહીં એક ટ્રક કે જે ઘણી ગતિમા હતો તેણે પ્રથમ એક સ્કૂટર ને ટક્કર મારી બાદમાં ટ્રકે પાસે ચાલતી જઈ રહેલ બે કિશોરી ને પણ ટક્કર મારી. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ બંને કિશોરી ઘટના સ્થળે જ મૃત્યુ પામી જ્યારે સ્કૂટર સવાર વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી.
જણાવી દઈએ કે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો. ઘટના અંગે માહિતી મળતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલ વ્યક્તિ અંગે કરીએ તો મૃત્યુ પામેલ બે કિશોરી પૈકી એક 11 માં ધોરણ માં અભ્યાસ કરતી હતી જેનું નામ મહેક લખારા છે. બંને વિદ્યાર્થિનીઓ તિર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ લીમખેડામાં અભ્યાસ કરતી હતી.