લગ્નને લાગી નજર ! કાળ થઈને આવેલ બસે લીધા જાનૈયાઓ ના જીવ અક્સ્માત ના કારણે…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આ નવું વર્ષ અકસ્માત ના મામલે જૂના અકસ્માત ના રેકોર્ડ તોડી રહ્યો છે તેવામાં આપણે લગભગ દરરોજ એકાદ અકસ્માત અને અક્સ્મત ના કારણે જીવ ગુમાવતા લોકો વિશે જોતાં અને સાંભળતા હોઈએ છિએ. જોકે અકસ્માત ગમ્મેતે રીતે થયો હોઈ પરંતુ તેમાં અનેક લોકો પોતાના સ્વજનો ને ખોઈ બેસે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં લગ્નનો સમયગાળો ચાલી રહ્યો છે તેવામાં લોકો ની ઇચ્છા આ ખુશીના અવસરે દરેક કર્યો નિર્વિધ્ને થઈ જાય તેવી હોય છે. પરંતુ ઘણી વખત એવું બનતું નથી. મિત્રો આપણે અહીં એક આવાજ અકસ્માત વિશે વાત કરવાની છે કે જેના કારણે પરિવાર માં લગ્નની ખુશીઓ ના સ્થાને એકા એક શોક છવાઇ ગયો છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ગોરખપુરમાં ગાગાહાનું હાટા બજાર પાસે સર્જાયો છે. અહીં એક બસ અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. જો વાત આ અકસ્માત અંગે વિસ્તારથી કરીએ તો તેની વિગત આ પ્રમાણે છે.
આ અકસ્માત જાનૈયાઓ ને લઇ જઈ રહેલ એક સ્કોર્પિયો અને રોડવેઝ બસ વચ્ચે સર્જાયો હતો જેમાં ત્રણ લોકોની હાલત ગંભીર છે અને ત્રણ લોકોના મોત થઈ ગયા છે જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિઓ અંગે કરીએ તો તેમાં વરરાજાના મોટા પિતા રામ નારાયણ સાહની અને વિષ્ણુ શર્મા ઉપરાંત અન્ય એક વ્યક્તિ કેજે ઈલાજ દરમિયાન મૃત્યુ પામ્યા છે તેમનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અકસ્માત માં ઘાયલ લોકોને હોસ્પીટલ માં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે અને ઘાયલોની ગંભીર હાલતને જોઇને તેમને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત અંગે માહિતી મળતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી શરૂ કરી.