Categories
India

લગ્નની ખુશીઓ માં શોક ! પત્નીને ડોલીમાં લેવા આવી રહેલા વરની જ અર્થી ઉઠતા પરિવારમાં શોક..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ કે જ્યારથી કમુરતા પૂર્ણ થયા છે તે બાદ અનેક સ્થળોએ લગ્નને વેગ પકડ્યો છે. આપણે આસ પાસમાં જ અનેક લગ્ન જોઈએ છીએ તેવામાં આ લગ્નના શુભ અવસર પર કોઈનું મૃત્યુ થાય તો ? આ બાબતને વિચારતા જ ડર લાગે છે. કારણકે આપણે સૌ જાણીએ છીએ કે લગ્નએ ઘણો ખુશીનો પ્રસંગ છે તેવામાં કોઈ પણ વ્યક્તિના મરણના કારણે શોક છવાઈ જાય છે. પરંતુ જો એવું માલુમ પડે કે મૃત્યુ પામનાર વ્યક્તિ વરરાજા જ છે તો ?

આ બાબાદ ઘણી જ દુઃખ દઈ છે. કારણકે શણગાર પહેરીને બેઠેલી યુવતી જ્યાં પોતાના જીવન સાથી સાથે કાયમ માટે એક થવાની હોઈ તેવામાં મળ્યા પહેલા જ અલગ થાવનું દુઃખ ઘણું જ અસહ્ય છે. આ ઉપરાંત વરરાજાના માતા પિતા પર પણ ઘણો મોટો દુઃખનો ડુંગર આવી પડે છે. કારણકે જ્યાં એક બાજુ હરકમાં આવીને પરિવાર દ્વારા યુવકના લગ્નનું આયોજન થયું હોઈ તેવામાં તે જ યુવકના જવાથી સૌ કોઈને આઘાત લાગે.

હાલમાં આવાજ એક દુઃખદ બનાવ અંગે માહિતી મળી છે કે જ્યાં એક બાઈક અકસ્માત માં વરરાજા અને તેમના મિત્રને ઇજા થતા તેમના મૃત્યુ થયા છે. આ દુઃખદ બનાવ અંગેની વિગત આ મુજબ છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માત ડીસા તાલુકાના ધરપડા ગામ પાસે સર્જાયો હતો અહીં બે યુવક બાઈક પર જઈ રહ્યા હતા તેવામાં બાઈક લપસી જતા બંને યુવકને ગંભીર ઇજા થતા તેમને સારવાર માટે પહેલા ડીસા અને તે બાદ સ્થિતિને નાજુક જોતા વધુ સારવાર માટે પાલનપુર મોકલવામાં આવ્યા હતા.

પરંતુ આ કુદરત છે અહીં કયારે શું બને તેના વિશે કંઈપણ કહી શકાતું નથી. તેમ સારવાર દરમિયાન ડોક્ટર દ્વારા બંને યુવકને મૃત જાહેર કરવામાં આવ્યા. જો વાત આ ઘટનામાં મૃત્યુ પામેલા બંને યુવકો અંગે કરીએ તો જણાવી દઈએ કે એક યુવકનું નામ ભરત ભાઈ બચુજી ઠાકોર છે. જણાવી દઈએ કે તેઓ પરણિત છે. અને 6 મહિના પહેલા જ તેમના ઘરે ખુશીઓ રૂપ બાળક નો પણ જન્મ થયો હતો. પરંતુ આ બનાવે બાળકના માથેથી પિતાનો પરછાઓ જયારે પત્ની પાસેથી તેના હમસફરને છીનવી લીધો. જયારે અન્ય યુવકનું નામ ભરતજી પ્રધાનજી ઠાકોર છે. જણાવી દઈએ કે આ બંને મિત્રો લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *