ભાવુક અકસ્માત! ભાઈની રાહ જોતી હતી બહેન પરંતુ રસ્તામાં એકસાથે ત્રણેય ભાઈઓને યમદુત લઇ ગયા
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ અને રાજ્ય દરેક જગ્યાએ અકસ્માત ના બનાવો માં ધરખમ વધારો જોવા મળે છે જેનુ સૌથી મોટું કારણ વાહન ચાલક ની વધુ ગતિ ને જ માનવામાં આવે છે આપણે સૌ જાણીએ છિએ કે ઘણી વખત જ્યારે વાહન તેજ રફ્તાર માં હોઈ તયારે ચાલાક પોતાનું નિયંત્રણ ગુમાવી બેસે છે જેના કારણે અકસ્માત સર્જાઈ છે.
હાલમાં આવોજ એક દુઃખ અકસ્માત સામે આવ્યો છે. કે જ્યાં એક બહેન પોતાના ભાઈ ની રાહ જોતી હતી પરંતુ તેની આ રાહ જીવનભર પૂરી ના થાઈ તેવી થઈ ગઈ. જણાવી દઈએ કે હાલમાં એક કમકમાટી ભર્યા અકસ્માત અંગે માહિતી મળી રહી છે કે જ્યાં એક બસે એક બાઈક ને ટક્કર મારતાં એક સાથે ત્રણ ભાઈએ દેવલોક પામ્યા હતા. જો આ ગંભીર અકસ્માત અંગે વિગતો મેળવીએ તો તે આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત જયપુર જીલ્લાના બિસ્સિ નજીક આવેલા આગ્રા રોડ પર મોહનપુરિયા પુલિયા પાસે સર્જાયો હતો. અહીં એક તેજ રફ્તાર આવતી બસે એક સ્કૂટર ને પાછળ થી ટક્કર મારી હતી. અકસ્માત ના કારણે ત્રણ લોકોનો જીવ ગ્યો હતો આ ત્રણેય લોકો પિત્રાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે.
જો વાત અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો તેમા હિરાલાલ બૈરવ કે જેઓ 28 વર્ષના હતા. 29 વર્ષીય પંકજ અને 18 વર્ષીય અજય નો પણ સમાવેશ થાય છે. જણાવી દઈએ કે આ તમામ લોકો લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. જેમાં અકસ્માત સર્જાતા લગ્નની ખુશીઓ શોક માં ફેરવાઈ ગઈ.
જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ પંકજ નો જન્મ દિવસ હતો જેમાં હિરલાલે જન્મ દિવસની સુભ્કામના આપતા સોશ્યલ મીડિયા પોસ્ટ સેર કરી જેમાં લખ્યું કે તુમ જીઓ હજારો સાલ તેવામાં થોડા દિવસમાં બંને ભાઈઓ ના એક સાથે નિધન્ની વાત મળતા પરિવાર શોકમા છે.
જણાવી દઈએ કે અકસ્માત માં મૃત્યુ પામેલા હિરાલાલ તેમના પરિવાર ના એક માત્ર આર્થિક પ્રવૃત્તિ કરતા વ્યક્તિ હતા કે જેમના પર પત્ની અને ત્રણ બાળકો ઉપરાંત બે બહેનો ની પણ જવાબદારી હતી પરંતુ અકસ્માત માં થયેલા નિધન થી હિરાલાલ નો પરિવાર નિરાધાર થઈ ગયો. જ્યારે વાત અજય અંગે કરીએ તો તે 12 ધોરણમા અભયાસ કરતો હતો અને ભાઈ સાથે લગ્નમાં ગયો હતો જ્યારે બહેને ફોન કર્યો ત્યારે પોતે જલ્દી પરત આવશે તેવી વાત અજયે જણાવી હતી પરંતુ અકસ્માત ના કારણે બહેન ની રાહ જીવન ભરની થઈ ગઈ.