Gujarat

ખોટી ઉતાવળ કરશો નહીં નહીંતર તમારો હાલ પણ આવો થશે અમદાવાદ મા….

Spread the love

મિત્રો આપણે અવારનવાર અકસ્માતો જોયા અને સાંભળ્યા છે પરંતુ દિવસે ને દિવસે લોકો ની બેદરકારી અને ખોટી ઝડપની મજા લેવાના કારણે દેશમા અને રાજ્યોમા અકસ્માત ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

અકસ્માતમાં અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે ત્યારે ઘણા લોકોને ઈજા પણ થાય છે. ત્યારે અમે તમને જણાવીશું કે કેવી રીતે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં એક પછી એક અનેક અકસ્માતો થયા છે તો ચાલો અમદાવાદ શહેરના અક્સ્માતો વિશે વિસ્તારથી માહિતી મેળવીએ.

મળતી માહિતી મુજબ અમદાવાદ માં ફરી એક વાર ખૂબજ ગમખ્વાર અકસ્માત થયો છે શહેર માં આજે સવાર ના પોરમા એક તેજ રફ્તાર જતી આઈ-20 ગાડી શિવરંજની BRTSના ડિવાઈડરમાં ચડી ગઈ હતી. આ અકસ્માત માં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ડ્રાઈવર ને સારવાર માટે દવાખાન માં ખસેડવામાં આવ્યો હતો.

અક્સ્માત ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિક વિભાગના અધિકારીઓએ કહ્યું છેકે જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેવા લોકો સામે ખૂબજ કડક પગલાં ભરવામાં આવશે. જો વાત અક્સ્માત વિશે કરીએ તો શહેરમા છેલ્લા 15 દિવસમાં થયેલા અકસ્માતોમાં કુલ 7 લોકોનાં મૃત્યુ થયા છે.

જો વાત અન્ય અક્સ્મતો ની કરીએ તો અમદાવાદ માં ગુરુવારે રાત્રે એરપોર્ટ પાસે આવેલા હાંસોલ રોડ પર એક ફૂલ સ્પીડ માં આવતી ગાડીએ એક મહિલાને હડફેટે આવતા તે મહિલા 15 ફૂટથી વધુ અંતર સુધી હવામાં ફેકાયા હતા. ત્યારબાદ નીચે પડતાં તેમનું તેજ સ્થળે મૃત્યુ થયું

આ અક્સ્માત ની જાણ પોલીસ ને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પોલીસે કાર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ અક્સ્માત બાદ આ ગાડી ચાલકે અન્ય સામેથી આવતા એક સ્કૂટરને પણ અડફેટે લીધુ હતુ.

આવોજ એક અક્સ્માત વિરમગામ-સાણંદ હાઈવે પર જોવા મળ્યો હતો. અહીં એક રીક્ષા અને હોન્ડા સીટી ગાડી વચ્ચે ઘણો ગમખ્વાર અક્સ્માત સર્જાયો હતો આ અક્સ્માત ની સંપૂર્ણ વિગત કંઈક આવી છે. અહીં ગુરુવારે રાત્રે વિરમગામ-સાણંદ હાઈવે પર સોકલી નર્મદા કેનાલ પાસે એક રીક્ષા અને ખોટી દિશામાં આવી રહેલ હોન્ડા સીટી ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જોકે આ અકસ્માત પછી ફરી 15 મિનિટ બાદ આ અકસ્માત ગ્રસ્ત રીક્ષા બીજી રીક્ષા, ઉપરાંત વેગેનાર ગાડી અને ટ્રેલરની સાથે અથડાતા અકસ્માત થયો હતો. આ અક્સ્માત માં 10થી વધુ લોકોને ઇજા થઇ હતી. જ્યારે એક વૃદ્ધ મહિલાને ઈજા થતાં તેમને દવાખાનામા સારવાર માટે લઇ જવામાં આવ્યા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

આવોજ એક અક્સ્માત અમદાવાદથી નડિયાદ જતી એસટી બસ અને એક એક્ટિવા વચ્ચે પણ સર્જાયો હતો આ અકસ્માત ની વિગત કંઈક આવી છે. શહેર માં એક અઠવાડિયા પહેલાં મણિનગર વિસ્તારમાં જવાહર ચોક ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો.

અહીં અમદાવાદથી નડિયાદ જતી ST બસ નીચે એક્ટિવાચાલક આવી ગયો. આ એક્ટિવટ્રેલરનું બસની નીચે આવી જતાં લોકોએ ભેગા થઈને તે વ્યક્તિને બસની નીચેથી ગંભીર હાલતમાં બહાર કાઢ્યો હતો. જોકે ત્યાર બાદ તેને સારવાર માટે 108 બોલાવીને તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *