જો તમે પણ વાહન ચલાવો છો તો રાખો આટલું ધ્યાન નહીંતર તમારો પણ હાલ આ યુવક જેવો થશે….
મિત્રો આપણે અવાર નવાર અનેક અકસ્માત ના કિસ્સાઓ સંભાળતા હોઈએ છીએ જેમાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવે છે તો ઘણા લોકોને ઇજા પણ થાઈ છે આપડે સૌ જાણીએ છીએ તેમ છેલ્લા ઘણા સમય થી દેશ અને રાજ્ય માં અકસ્માત ના કિસ્સાઓ ઘણા વધી ગયા છે. પરંતુ આવા અકસ્માત ઘણીવાર પોતાની ભૂલને કારણે જ થાઈ છે.
મિત્રો હાલના સમય ના યુવાનોને મોંઘી અને સ્પોરર્ટસ બાઈકો ની ઈચ્છા હોઈ છે પરંતુ એક વાર ગાડી હાથમાં આવ્યા પછી તેનો કેવી રીતે ઉપયોગ કરવો તેનો આધાર આપણા પર છે. કોઈ પણ વ્યક્તિ એ ગાડી વ્યસ્થિત રીતે ચલાવવી જરૂરી છે જો તેમ ન કારવામાં અને ગમ્મે તેમ અને ખોટી ઉતાવળી ગાડી ચલાવવામાં આવે તો તેવી વ્યક્તિઓ નો અકસ્માત થઇ શકે છે.
આપડે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે. આ અકસ્માત સોસક કોટન મંડળી પાસેના રોડ પર થયો હતો. અહીં એક સ્પોર્ટ્સ બાઈક ચાલક એક એકટીવ થી આગળ જવા માટે ખુબ જ ઝડપ માં અને ગફલત ભરી રીતે પોતાની ગાડી ચલાવતો હતો જેને કારણે અકસ્માત સર્જાયો હતો, તો ચાલો આ અકસ્માત અંગે વધુ વિગતો મેળવીએ.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત માં 2 લોકો ને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે. જેમાંથી એક વ્યક્તિનું નામ રાકેશ વિનોદ ભાઈ વસાવા હતું કે જેમની ઉમર માત્ર 21 વર્ષ હતી. તેઓ ઓલપાડા તાલુકાના સાયણા ગામના સુગર રોડ પર આવેલ નહેર કોલોની ના રહેવાસી હતા. તેમનો જન્મ દિવસ 13 ઓક્ટોબર ના રોજ હતો. તેઓ પોતે સ્પોર્ટ્સ બાઈક ના શોખીન હતા.
માટે તેમણે પોતાના જન્મદિવસ ના દિવસે એક યામાહા કંપનીની આર 15 સ્પોર્ટ્સ બાઈક ખરીદી હતી. તેમના લગ્ન થયા બાદ તેમના સંસાર માં હાજી 18 દિવસ પહેલા જ એક બાળક નો જન્મ થયો હાતો. રાકેશ પોતના મિત્ર કાર્તિક સુંદર વસાવા ને લઈને 24 ઓક્ટોબર અને રવિવાર ના રોજ બોપોરના સમયમાં ઓલપાડા થી સાયણા તરફ જતી વેળાએ રસ્તામાં સોસક કોટન મંડળી આગળ ના રાસ્તા પાસે જઈ રહેલ એક એક્ટિવ કે જેનો નંબર જી જે-5-8511 છે તેની આગળ થવા માટે પોતાની ગાડી ફુલ સ્પીડ માં અને ખુબજ ગફલત ભરી રીતે ચલાવી.
જેને કારણે આ બાઈક અને એકટીવા સાથે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં ગાડી ચાલાક રાકેશ ભાઈ રસ્તામાં ખુબ જ ખરાબ રીતે પડતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માત ના કારણે 18 દિવસ ના એક નાના બાળકને પોતાના પિતાનો સાથ ખોવો પડ્યો હતો. જયારે બાઈક માં સવાર અન્ય વ્યક્તિ કાર્તિક ભાઈ ને ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે દવાખાને લઇ જવામાં આવ્યા. જેમાં નિદાન દરમ્યાન તેમનું પણ મોત થયું.