મૃત્યુનું કઈ નક્કી નથી !! લગ્નમાં હર્ષો ઉલ્લાસ સાથે નાચી રહેલો આ વ્યક્તિ અચાનક ઢળી પડ્યો અને પછી….વિડીયો જોઈને હચમચી જશો
મિત્રો જીવનનો કાંઈ જ ભરોસો નથી, આ શબ્દ વર્તમાન સમયમાં તમે અનેક લોકોના મોઢેથી સાંભળ્યો હશે કારણ કે કોઈને કોઈએ અચાનક જ પોતાના સ્વજનો કે કોઈ સગાને ગુમાવ્યા હોય છે. હાલ જો વાત કરવામાં આવે તો હાર્ટઅટેકની ઘટનાઓ એટલી બધી વધી ગઈ છે કે હાલ તો હાલતા ચાલતા લોકોને હાર્ટઅટેક આવી રહ્યો છે એટલું જ નહીં ગુજરાત રાજ્યમાંથી તો અનેક એવા કિસ્સા પણ આવી ચુક્યા છે જેમાં ક્રિકેટ રમતા રમતા જ અચાનક યુવકો ઢળી પડે છે ને મૌતને પામી જાય છે.
એવામા તમે લગ્ન ગાળામાં જોયું જ હશે કે હવે અનેક એવી ઘટનાઓ પણ સામે આવી હતી જેમાં નાચતા નાચતા જ યુવક ઢળી પડયા હતા અથવા તો કોઈ મોટી ઉંમરના લોકો કોઈ બીમારીના ઝપેટમાં આવીને મૌતને ભેટી જતા હોય છે. પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે જે વિડીયો લઈને આવ્યા છીએ તે ખરેખર ખુબ ચોંકાવી દેતો છે કારણ કે અહીં એક વ્યક્તિને નાચતા નાચતા જ મૌત આવી જાય છે, હવે આ વાત તો કેટલી ચોંકાવનારી કહેવાય.
લગ્નની ખુશીઓ મનાવતા હોયે ત્યાં શું ખબર હોય કે અચાનક જ મૌત આંબી જશે, આ વીડિયોમાં પણ આવું જ કાંઈક થયું હતું.રિપોર્ટ અનુસાર જાણવામાં આવ્યું હતું કે આ ઘટના પીપલાની કટરાના રહેવાસી મનોજ વિશ્વકર્માં જેની ઉંમર 40 વર્ષની છે જેઓ પોતાના સગાસબંધીના લગ્ન માટે ગયા હતા,એવામાં તેઓ લગ્નમાં ખુબ હર્ષો ઉલ્લાસથી નાચી રહયા હતા ત્યાં અચાનક જ તેઓની તબિયત લથડી હતી અને નીચે ઢળી પડ્યા હતા.
જેવા તેઓ નીચે ઢળી પડયા હતા જે બાદ તેઓના પરિવારજનોમાં તો અનન ફનન મચી જવા પામી હતી અને ત્યાર બાદ મનોજ વિશ્વકર્મીને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા તબીબોએ તેઓને મૃત જાહેર કરતા આનંદના માહોલમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, આ પેહલો એવો વિડીયો નથી આની પેહલા પણ આવા અનેક વિડીયો આપણી સામે આવી ચૂકેલા છે જેમાં આવી ઘટનાઓ થતી જોવા મળતી હોય છે.
इंसान की जिंदगी का कोई ठिकाना नहीं
कब किसकी कैसे मौत हो जाए कोई पता नहीं
वाराणसी में डांस करते-करते शख्स की मौत pic.twitter.com/hfS6sgOScQ— Adi Vatsal (@VatsalAdi) November 29, 2022