વિલન ના પાત્ર માટે જાણીતા અભિનેતા ‘આશિષ વિદ્યાર્થી’ એ મુવી ના એક સીન ને લઇ ને કર્યો મોટો ખુલાસો કહ્યું કે આ સીન માં તે…
બૉલીવુડ ના અભિનેતા અને અભિનેત્રી કોઈ ને કોઈ બાબતે ચર્ચા માં જોવા મળતા હોય છે. બૉલીવુડ ના જુના સ્ટાર એવા આશિષ વિદ્યાર્થી કે જે તેના વિલન ની ભૂમિકા ભજવવા માટે ખાસ બોલીવુંડ માં મશહૂર છે. જે રીતે ફિલ્મો માં હીરો ની ભૂમિકા જોવા મળે છે. ઠીક તેવી જ રીતે ફિલ્મો માં વિલન ની ભૂમિકા પણ તેટલી જ મહત્વ ની છે. એવા જ એક બોલીવુડ ના અભિનેતા આશિષ વિદ્યાર્થી એ ફિલ્મો માં વિલન ની ભૂમિકા અદા કરીને એક પોતાની અનોખી છાપ ઉભી કરી છે.
આશિષ વિદ્યાર્થી માત્ર બોલીવુંડ માં જ નહીં પણ સાઉથ ના ફિલ્મો માં પણ પોતાની ભૂમિકાઓ નિભાવી ચુક્યા છે. તેમણે ઘણી બધી મુવી માં પોતાનું યોગદાન આપેલું છે. અને પોતાના નામ નો ડંકો વગાડી દીધો છે. આશિષ વિદ્યાર્થી એક મુવી માં કામ કરતા હતા તે દરમિયાન તે એક સીન માં મરતા મરતા બચી ગયા હતા. આશિષ વિદ્યાર્થી વિષે કહેવાય છે કે, તે જયારે એક્ટિંગ કરે ત્યારે એવા સીન માં ફિટ બેસી જાય છે કે જોનારા ની તો આંખો જ સ્તબ્ધ થઇ જાય.
આ એક ઘટના વર્ષ 2014 ની છે. જયારે આશિષ વિદ્યાર્થી બૉલીવુડ ડાયરી મુવી નું શૂટિંગ મઘ્યપ્રદેશ માં કરી રહ્યા હતા. આ દરમિયાન એક નદી ના સીન દરમિયાન તે મરતા મરતા બચ્યા હતા. મુવી ના એક સીન માં આશિષ વિદ્યાર્થી ને એક નદી માં સીન કરવાનો હતો. આ સીન દરમિયાન તેને ખ્યાલ જ ના રહ્યો કે, તે ક્યારે નદી માં ચાલ્યા ગયા. જયારે તે નદી માં હતા ત્યારે તે પોતાને સંભાળી શક્યા નહીં અને તે લોકો ને મદદ માટે કહેવા લાગ્યા.
પણ લોકો ને તો એવું જ થયું કે તે ફિલ્મ માં એક્ટિંગ કરી રહ્યા છે. અને જયારે જોર જોર થી લોકો ને મદદ માટે બોલાવવા લાગ્યા ત્યાંરે ત્યાં ઉપસ્થિત સિપાહીઓ એ તેની જાન બચાવી હતી. આ વાત નો ખુલાસો આશિષ વિદ્યાર્થી એ એક ઇન્ટરવ્યૂ માં કર્યો હતો. આશિષ વિદ્યાર્થી ના લગ્ન જીવન ની વાત કરી એ તો, તેમણે બંગાળી સિનેમા ની એક પોપ્યુલર અભિનેત્રી શકુંતલા બરવા ની પુત્રી રાજોશી બરવા ની સાથે લગ્ન કર્યા હતા.
અને તેમને હાલ માં એક પુત્ર પણ છે જેનું નામ અર્થ છે. આશિષ વિદ્યાર્થી એ હિન્દી મુવી જેવા કે, જિદ્દી, વાસ્તવ, બાદલ, અર્જુન પંડિત, એક ઓર એક ગ્યારહ જેવા અનેક મુવી માં સુપર હિટ કામ કરેલું છે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.