India

અસિત મોદી ની એક વાત થી કલાકારો હતા ખુબ જ નારાજ ! સામે આવી હચમચાવતી વિગતો જાણી ને લાગશો આંચકો…

Spread the love

ભારત ના ઘર ઘર માં પ્રસિદ્ધ સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છેલ્લા 14-વર્ષ થી લોકો ને હસાવવાનું કામ કરે છે. હાલમાં જ 28-જુલાઈ ના રોજ આ સિરિયલ ને 14-વર્ષ પુરા થયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં ઘણા જુના કલાકારો એ શો ને અલવિદા કહી દીધું છે તો ઘણા નવા કલાકારો જુના પાત્રો નું સ્થાન લઈ રહ્યા છે. શા માટે જુના કલાકારો એક પછી એક શો છોડી રહ્યા છે તો તે બાબતે એક હચમચાવતી બાબત સામે આવી છે…

થોડા સમય પહેલા તારક મહેતા નું પાત્ર ભજવનાર શૈલેષ લોઢા એ શો ને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ ટપુ નું પાત્ર ભજવનાર રાજ અનડકટે પણ હવે શો ને અલવિદા કહી દીધું છે. શા માટે આ લોકો શો છોડી રહ્યા છે તો તેના માટે સિરિયલ ના અમુક નિયમો જવાબદાર છે. વધુ વિગતે જાણવા મળ્યું કે, શો ના પ્રોડ્યુસર અસિત મોદી ના કોન્ટ્રાકટ અનુસાર જે કલાકારો શો માં અભિનય કરે છે તેને જો શો માં મહિના ના માત્ર 15-દિવસ જ કામ હોય તો એટલા દિવસ કામ કરવું પડે છે.

જો મહિના ના 15-દિવસ ઘરે રહેવાનું થાય તો તે કલાકારો અન્ય જગ્યા એ કઈ બીજું શૂટિંગ કે અન્ય બીજા કોઈ શો માં કામ કરી શકે નહીં. આવો કોન્ટ્રાકટ હતો. પરંતુ શૈલેષ લોઢા એ તેના ફ્રી સમય માં કવિતા બેઝ માં કામ કરવાનું શરુ કરી દીધું હતું જે કોન્ટ્રાકટ વિરુદ્ધ હતું. અસિત મોદી ના જણાવ્યા અનુસાર જો તે કોન્ટ્રાકટ ભંગ કરે તો અન્ય કલાકારો પણ કોન્ટ્રાકટ ભંગ કરી શકે છે. આથી શૈલેષ લોઢા આખરે શો છોડી ને ચાલ્યા ગયા. બાદ માં અસિત મોદી એ શૈલેષ લોઢા ને ઘણા સમજાવ્યા બાદ હવે શૈલેષ લોઢા માત્ર સિરિયલ માં અંત માં જે 1-2 મિનિટ માટે બોલવા આવે માત્ર તેમાં જ જોવા મળશે.

એવું જ કંઈક ટપુ (રાજ અનડકટ) સાથે પણ થયું હતું. તે એક ગીત માં કામ કરવા માંગતો હતો પણ તે કોન્ટ્રાકટ વિરુદ્ધ હોય અંતે તે પણ હવે શો માં જોવા મળતો નથી. આમ સમાચારો પર થી આવી વાત સાંભળવા મળી છે. હવે જોવાનું રહ્યું કે અસિત મોદી દયાભાભી ની એંટ્રી ક્યારે કરાવશે. ફેન્સ પણ દયાભાભી ની રાહ જોઈ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *