India

અભિનેત્રી કંગના રનૌત એક મુવી માટે લે છે કરોડો રૂપિયા. લક્સરીયસ કારો થી માંડી ને તેની સંપત્તિ નો આંકડો જાણી ને આંખો પહોળી થઇ જશે.

Spread the love

આજે બોલિવૂડમાં પોતાના નામનો ડંકો વગાડી પોતાનું નામ ખૂબ જ ઊંચું કરનાર એવી અભિનેત્રી કંગના રનૌત ને આખું ભારત દેશ ઓળખે છે. કંગના રનૌત ની વાત કરવામાં આવે તો આજે તેની પાસે ખૂબ જ મોટી સંપત્તિ છે. કંગના ને નાનપણ થી જ એક્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો. તેના પિતા અમરદીપ એક મોટા બિઝનેસમેન છે. તો તેની માતા આશા રનોત એક સ્કૂલમાં ટીચર છે. કંગના એ 17 વર્ષની વય માં જ પોતાનું ઘર છોડીને મુંબઈમાં પોતાનું કેરિયર બનાવવા આવી ચૂકી હતી.

પરંતુ ત્યારે તેની પાસે એટલા પૈસા પણ ન હતા કે તે પોતાના નસીબ બનાવી શકે. આ માટે તેને ઘણીવાર મુંબઈના રસ્તાઓ ઉપર પણ રાત ગુજારવાનો વારો આવેલો છે. પરંતુ આજે કંગના એ જે પોતાનું નામ બનાવી નાખ્યું છે તે નામ બનાવવું હર કોઈ લોકોની ગજા બહારની વાત છે. સમાચારના માધ્યમથી જાણવા મળ્યું કે કંગના પાસે હાલના ધોરણે લગભગ 97 કરોડ રૂપિયા ની સંપત્તિ છે. કંગનાની આવકનો સ્ત્રોત ફિલ્મો અને બ્રાન્ડ પ્રમોશન છે.

જાણવા મળ્યું કે કંગના એક ફિલ્મ માટે લગભગ 17 કરોડથી 18 કરોડ રૂપિયાની ફી વસુલે છે. તો તે બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1.5 કરોડની ફી વસુલે છે. કંગનાની વાર્ષિક આવક લગભગ 7.5 કરોડ રૂપિયા થાય તેવું કહેવામાં આવે છે. કંગના અભિનેત્રીને સાથો સાથ ફિલ્મ નિર્માણ તા પણ છે. કંગનાની વાત કરવામાં આવે તો તેને પોતાના બોલીવુડ કેરિયર ની શરૂઆત મોડેલિંગથી કરી હતી. ત્યારબાદ તેની પ્રથમ ફિલ્મ ગેંગસ્ટર આવી હતી.

જેમાં તેની એવો અભિનય કર્યો હતો કે તેને ફિલ્મ ફેર એવોર્ડ દ્વારા શ્રેષ્ઠ મહિલાનો અભિનેત્રી નો એવોર્ડ પણ મળ્યો હતો. કંગના પાસે મોટી અને ફેમસ બ્રાન્ડના વાહનોનું શાનદાર કલેક્શન છે. એક રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કંગના પાસે BMW 7 સિરીઝ અને મર્સિડીઝ-બેન્ઝ GLE SUV છે. BMW 7 સિરીઝની કિંમત રૂ. 1.35 કરોડથી શરૂ થાય છે અને ભારતમાં Mercedes-Benz GLE SUVની કિંમત રૂ. 73 લાખથી શરૂ થાય છે. આ સિવાય કંગના પાસે ઘણા વાહનો પણ છે. કંગના કોઈને કોઈ વાદ વિવાદો માંગતી ફસાતી જોવા મળે છે. અને બોલીવુડમાં પોતાનું અલગ જ નામ બનાવી ચુકી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *