India

સાયરસ મિસ્ત્રી ના અકસ્માત બાદ થયો મોટો ખુલાસો ! અમદાવાદ-મુંબઈ હાઇવે છે ડૅન્ઝર ઝોન, અકસ્માત ના આંકડા જાણી ચોકી જશે.

Spread the love

રોજબરોજ અકસ્માતના અનેક બનાવો સામે આવતા જ રહે છે. અકસ્માતો થતા અનેક લોકોના મૃત્યુ નીપજી જતા હોય છે. ક્યારેક ગાડીઓની ઓવર સ્પીડ ના કારણે તો ક્યારેક સ્ટંટ કરવાના ચક્કરમાં અનેક અકસ્માત બનતા હોય છે. પરંતુ ક્યારેક તંત્રની પણ બેદરકારી સામે આવતી હોય છે. થોડા દિવસો પહેલા જ મહારાષ્ટ્ર પાલઘર જિલ્લામાં એક કાર અકસ્માત થયો હતો. જેમાં ટાટા સંસ ના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના મૃત્યુ ના સમાચારે આખા દેશને હચમચાવી દીધો હતો.

પરંતુ અમુક લોકોને જ ખ્યાલ નથી કે સાયરસ મિસ્ત્રી ની ગાડી ને અકસ્માત નડ્યો હતો. ત્યાં અગાઉ પણ અનેક અકસ્માતના નોંધાઈ ચૂક્યા છે. પોલીસ અધિકારીઓએ સત્તાવાર જણાવ્યું હતું કે થાણેના ઘોડબંદર અને પાલઘર જિલ્લાના વચ્ચેના મુંબઈ અમદાવાદ હાઈવે ના 100 કિલોમીટરના ભાગમાં આ વર્ષે લગભગ 262 અકસ્માતો થયા હતા. આ અકસ્માતો માં 62 લોકોએ પોતાની જિંદગીથી હાથ ધોઈ બેસ્યા હતા. સાથે સાથ આ વર્ષમાં અકસ્માત બનાવોથી 19 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ બનાવથી એ અધિકારીઓએ કહ્યું કે આ બાબતે રસ્તા ની નબળી કામગીરી, યોગ્ય ચિન્હોનો અભાવ અને સડકને અંકુશ કરતા લેવામાં આવતા પગલા યોગ્ય રીતે ન ગોઠવવાને કારણે આ અનેક અકસ્માતો કેસો આ વર્ષના બનેલા જોવા મળે છે. જાણવા મળ્યું કે ચિનચોટી નજીક 34 ગંભીર અકસ્માતો થયા. જેમાં 25 લોકોના કરુણ મૃત્યુ નીપજી ચુક્યા હતા. મુંબઈ અમદાવાદ હાઇવે પર ના ચિંચોટી ને બ્લેક સ્પોટ તરીકે નામ મળેલું છે.

પોલીસ અધિકારીઓ તરફથી જાણવા મળ્યું કે હાઈવે પર કોઈ રોડ સાઇન અથવા સ્પીડ સ્ટોન સાઈન કે ચેતવણીના એક પણ ચિન્હો સલામતીના ભાગરૂપે જોવા મળતા નથી. જાણવા મળ્યું કે આ રોડ નેશનલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના કાર્યક્ષેત્રમાં આવે છે. પરંતુ તેની સંપૂર્ણ જવાબદારી ટોલ વસૂલતી ખાનગી એજન્સીઓની હોય છે. જેમાં 30 km ની અંદર એક એમ્બ્યુલન્સ ને સ્ટેન્ડ બાય રાખવી પડતી હોય છે.

અને સાથે સાથે ક્રેન અને પેટ્રોલિયમ વાહન નું પણ હોવા જરૂરી છે. પરંતુ આ રોડ ઉપર એવું કશું જોવા મળતું નથી. આ બાબતે અધિકારીઓને પત્ર પણ લખવામાં આવેલા છે. આમ સાયરસ મિસ્ત્રીના અકસ્માતના બનાવને આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા અકસ્માતોના બનાવ પહેલા પણ થઈ ચૂકેલા છે. આમાં મોટી મોટી એજન્સીઓની ઘોરબદરકારી સામે આવતી જોવા મળે છે. ટોલ વસૂલવાનું કામ કરે છે પરંતુ રસ્તાઓની જાળવણી બાબતે બેદરકારી દાખવતા જોવા મળે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *