સુલતાન પાડાના મોત પછી હવે રેશ્મા નામની ભેંસ એ તેમના માલિકને માલમાલ કરશે! 33.8 લીટર દૂધ આપીને રેકોડ તોડ્યો….
તમે અત્યાર સુધી અનેક એવી કિંમતી ગાયો અને પાડા વિશેની રસપ્રદ વાતો જાણી જ હશે પંરતું આજે અમે આપને એક એવી ભેંસ વિશે જણાવશું જે 33.8 લીટર દૂધ આપે છે. આ વાત સાંભલીને તમને આશ્ચય પણ થાય પણ ખરેખર આ વાત 100 % સાચી છે. આ ભેંસમાં શું ખાસિયત છે તે જાણવું ખૂબ જ જરૂરી છે અને તેની ખાસિયત વિશે જાણીને તમને પણ અનેરો શોખ જાગશે કે આ ભેંસ મારી પાસે પણ હોય. આ વાત બિલકુલ અનોખી છે. ચાલો આ ભેંસ વિશે વધુ માહિતગાર થઈએ.
હરિયાણાના કૈથલ નો સુલતાન નામનો પાડો લોકપ્રિય હતો પણ એ હવે આ દુનિયામાં નથી રહ્યો પણ તેના માલિકને એક નવી ઓળખ તેની જ ભેંસ રેશમાએ અપાવી છે. વાત જાણે એમ છે કે, મુર્રાહ નસલની રેશમા ભેંસે 33.8 લીટર દૂધ આપીને એક નેશનલ રેકોર્ડ બનાવ્યો છે. આ જ કારણે સમગ્ર ભારતમાં સૌથી વધુ દૂધ આપનારી ભેં તરીકે ઓળખાય છે. ખાસ વાત એ છે કે, રેશમાએ પહેલીવાર જ્યારે બાળકને જન્મ આપ્યો તો 19-20 લીટર દૂધ આપ્યું હતું.
બીજીવાર તેણે 30 લીટર દૂધ આપ્યું હતું. જ્યારે ત્રીજીવાર રેશમા માતા બની તો તેણે 33.8 લીટર દૂધ સાથે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.ઘણા ડોક્ટર્સની ટીમે રેશમાનું 7 વખત દૂધ કાઢીને જોયું ત્યારબાદ પુષ્ટિ પામી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) તરફથી હાલમાં જ 33.8 લીટર રેકોર્ડના સર્ટિફિકેટે રેશમાને ઉન્નત પ્રજાતિની પહેલા નંબરની શ્રેણીમાં લાવી દીધી છે. રેશમાના દૂધના ફેટની ગુણવત્તા 10માંથી 9.31 છે.
રેશમાએ ડેરી ફાર્મિંગ એસોસિએશન તરફથી યોજવામાં આવેલા પશુ મેળામાં 31.213 લીટર દૂધ સાથે પ્રથમ પુરસ્કાર જીત્યો છે. ભેંસના માલિકને સુલતાનના સીમનથી લાખો રૂપિયાની કમાણી થતી હતી. સુલતાન વર્ષ 2013માં થયેલી રાષ્ટ્રીય પશુ સૌંદર્ય પ્રતિયોગિતામાં ઝજ્જર, કરનાલ અને હિસારમાં રાષ્ટ્રીય વિજેતા પણ રહી ચુક્યો હતો. રાજસ્થાનના પુષ્કર મેળામાં એક પશુ પ્રેમીએ સુલતાનની કિંમત 21 કરોડ રૂપિયા લગાવી હતી પણ તેણે પોતાનો દીકરો જ ગણ્યો હતો.આ કારણે ના વેચ્યો. આખરે સપ્ટેમ્બર મહિનામાં સુલતાનનું મોત થયું.