Gujarat

ખેંડુત નો દીકરો ટ્યુશન વગર ચાર વર્ષ મહેનત કરી DYSP બન્યો ! આહીર સમાજ નુ અને ગામ નુ નામ રોશન કર્યુ…

Spread the love

જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારે પોતાનો ધેય્ય નક્કી કરવો પડે અને ત્યારબાદ તન અને મન થી એ લક્ષ્ય સુધી પહોંચવા અથાગ મહેનત કરવી પડે છે. ત્યારે તમને જીવનમાં સફળતા જરૂરુ મળે છે. આજે અમે આપને એક એવા જ યુવાનની સફળતાની કહાની જણાવશું.નાના એવા ગામ ના યુવાન નવીન આહીર દરેક યુવાનો માટે પ્રેરણારૂપ બન્યો છે. નવીન આહીર નામના યુવકે છેલ્લા 4 વર્ષ મા સરકારી ભરતી ચાર કલાસ થ્રી ક્લાર્ક, રેવન્યુ તલાટીથી લઈ GPSC સુધીની પરીક્ષામાં પાસ થઈ DYSP ની પરીક્ષા પાસ કરી છે.

નવીને 2017 મા સરકારી પરીક્ષા આપવા માટે ની તૈયારીઓ ચાલુ કરી હતી અને સતત મહેનત બાદ ખુબ સરસ સફળતા મેળવી હતી. નવીન ની વાત કરવામા આવે તો તે એક ખેડૂત પુત્ર એ નવીનનું વતન સાંતલપુર તાલુકાના નાનકડા વૌવા છે અને તેના પિતા પૂંજાભાઈ આહિર ખેતીકામ સાથે જોડાયેલા છે. અહી મહત્વ ની વાત એ છે કે નવીને કોચીંગ ક્લાસ વગર જ પરીક્ષાઓ પાસ કરી છે. 2017 થી તનતોડ મહેતા નવીનનુ સપનું ક્લાસ વન ઓફીસર બનવાનું હતુ અને બી.ઇ મિકેનિકલ એન્જિનિયરિંગના અભ્યાસ સાથે સરકારી ભરતી ની તૈયારી ચાલુ કરી હતી.

નવીન નુ પહેલા થી જ સપનું હતુ કે તે ક્લાસ વન ઓફીસર બને આમ છતા 2017માં તલાટી રેવન્યુ તલાટી,તલાટી કમ મંત્રી અને ઓફિસ આસિસ્ટન્ટ 3 પરીક્ષાઓ એક જ વર્ષમાં પાસ કરી હતી. અને સચિવાલય મા આસીસ્ટન્ટ ની નોકરી સાથે તૈયારીઓ ચાલુ રાખી અને રોજ નુ 7 કલાક નુ વાંચન કરતા અને 2020 મા GST ઇસ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી પરંતુ આટલા મા સંતોષ ના માનતા GPSC પરીક્ષા બીજા પ્રયાસમાં T. D. O અને PIની પરીક્ષા પાસ કરી હતી.

ક્લાસ 2 ની પરીક્ષા ઓ પાસ કર્યા પછી પણ પોતાનો ધ્યેય ના ભુલીને પોતાની મહેનત ચાલુ રાખી હતી અને ત્રીજા પ્રયાસમાં સમગ્ર રાજ્યમાં 16મો ક્રમ પ્રાપ્ત કરી સીધો DYSPમાં પસંદગી પામ્યા છે. ચોરાડ પંથકમાં સૌપ્રથમ નાની વયના અને સીધા DYSP બનનાર પ્રથમ યુવાન છે. જેને લઈ સમગ્ર સમાજમાં અને જીલ્લામાં ગૌરવની લાગણી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *