પુત્ર નું મૃત્યુ થતા સાસુ-સસરા એ પુત્રવધુ અને પૌત્રી માટે એવો નિર્ણય લીધો કે સમાજ માં ચારેતરફ તેની થવા લાગી વાહ વાહ,,
આખા વિશ્વ માં છેલ્લા બે વર્ષ ખુબ જ મહામુસીબતો વાળા વર્ષ હતા. કારણકે છેલ્લા બે વર્ષ થી આખા વિશ્વ માં કોરોના કાળ ચાલી રહ્યો હતો. કોરોના ના લીધે અનેક પરિવાર ના સભ્યો મોત ને ભેટ્યા હતા. કોઈ ના માતા તો કોઈ ના પિતા તો કોઈ ના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા હતા. અનેક પરિવારો વેરવિખેર થયા હતા. અને આજે પણ કેટલાય લોકો પોતાના મૃત્યુ પામેલા સ્વજનો ના ફોટા જોઈ ને તેને યાદ કરી રહ્યા છે.
પરંતુ ગુજરાત ના નવસારી માંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહેતા પરિવાર ના પુત્ર નું મૃત્યુ કોરાના ના લીધે થયું હતું ત્યારબાદ પુત્રવધુ અને તેની આઠ વર્ષ ની પુત્રી ને સાસુ-સસરા એ દીકરી ની જેમ સાચવ્યા હતા. હરીશભાઈ મહેતા તેના પત્ની શીલાબહેનમહેતા ના પુત્ર સુજલ મહેતા નું કોરોના ના લીધે મૃત્યુ થયું હતું. સુજલ મહેતા ની પત્ની રીમા મહેતા અને આઠ વર્ષ ની પુત્રી નોંધારા થઈ ગયા હતા.
પુત્રના મૃત્યુ બાદ સાસુ સસરાએ તેની પુત્રવધુ અને પૌત્રીની સારી રીતે દેખભાળ કરી હતી અને હાલમાં સાસુ સસરાએ સુજલ ની પત્ની રિમા મહેતાના લગ્ન બીજી વાર કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે સાસુ સસરા એ અમેરિકા સ્થિત નિમેશ ગાંધી નામના યુવાન સાથે રિમા ના લગ્ન નક્કી કરાવ્યા અને મહેતા પરિવારે પુત્રવધુ ના લગ્ન કરાવીને તેનું કન્યાદાન કરીને સમાજમાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
રીમા મહેતા નો નવો ઘર સંસાર શરૂ થયો તો તેની આઠ વર્ષની પુત્રીને નવા પિતા ની છત્રછાયા મળી. આમ સાસુ સસરા એ આ લગ્ન કરાવીને સમાજ માટે એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું. લોકો આ કિસ્સો સાંભળી સાસુ-સસરા ની વાહ વાહ કરી રહ્યા છે અને ખૂબ જ તેને આશીર્વાદ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!