વૈશાલી ઠક્કર ના મોત બાદ તેની મિત્ર પ્રિયા સોની એ કર્યો મોટો ખુલાસો જે કહ્યું તે સાંભળી આંખો થઇ જશે પહોળી.
ટીવી સિરિયલ ની પ્રખ્યાત અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારના રોજ પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લેતા તેના ચાહકો માં ભારે દુઃખની લાગણી ફેલાઈ ગઈ હતી અને ટીવી સીરીયલ ઇન્ડસ્ટ્રીમાં ભારે શોકની લાગણી ફેલાઈ ચૂકી હતી. વૈશાલી ઠક્કર જ્યારે મૃત્યુ પામી ત્યારે તેની લાશ પાસેથી સુસાઇડ નોટ મળી આવી હતી અને સુસાઇડ નોટમાં તેને તેના માતા પિતા વિશે પણ ઘણું કહ્યું હતું અને તેને તેના બોયફ્રેન્ડને તેના મરવાનું કારણ જણાવ્યું હતું.
પરંતુ આ ઘટના બાદ વૈશાલી ઠક્કર ની ફ્રેન્ડ અને મોડલ પ્રિયા સોનીએ વૈશાલીના ઠક્કરના મોત બાબતે એક ચોકાવનારી વાત રજૂ કરી છે. પ્રિયા સોની ના કહેવા મુજબ વૈશાલી ઠક્કર ખૂબ જ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. કારણ કે વૈશાલી ઠક્કર ની સગાઈ કેન્યા ના ડોક્ટર અભિનંદન સિંહ સાથે થઈ હતી. પરંતુ તે બંને ના સંબંધોમાં ખટાશ આવતા સગાઈ તોડી નાખી હતી અને વૈશાલીના મગજમાં અવારનવાર આત્મહત્યાના વિચારો આવતા હતા.
પ્રિયા સોનીના કહેવા મુજબ તેને ઘણીવાર ખાવા પીવાનું પણ છોડી દીધું હતું અને ઘણી વખત આપઘાતના પ્રયાસો પણ કર્યા કર્યા હતા. વૈશાલી ઠક્કરની બાજુમાં તેના પડોશમાં રહેતા રાહુલ નવલાણી કે જે પરણીત વ્યક્તિ છે. તે વૈશાલી ઠક્કર સાથે લગ્ન કરવા માંગતો હતો અને વૈશાલી ઠક્કરને ખૂબ જ ટોર્ચર કરતો હતો અને અંતે વૈશાલી એ આત્મહત્યા કરી લીધી હતી.
આ બાબતો રજૂ કરી હતી અને વૈશાલી ઠક્કર બાબતે વધુ કહ્યું હતું કે તે બંને અવારનવાર મળતા હતા. પરંતુ માત્ર મળ્યા પછી તે બંને પોતપોતાના જીવનમાં વ્યસ્ત થઈ જતા હતા. પરંતુ તેની સાથે પસાર કરેલા સમય પરથી તે જાણી શકે છે કે વૈશાલી ઠક્કર ખૂબ જ ડિપ્રેશનની લાગણી અનુભવતી હતી. આમ વૈશાલી ઠક્કરના મૃત્યુ બાબતે પ્રિયા સોનિ એ આ વાત રજૂ કરી હતી. આ બાબતે પોલીસ પણ વૈશાલી ઠક્કરના મોત બાદ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!