સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ પંજાબ ના વધુ એક સિંગર પર જાનલેવા હુમલો થતા તેને હોસ્પિટલ માં, જાણો કોણ છે તે ગાયક.
થોડા પહેલા પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કરી નાખવામાં આવી હતી. જેના ઘેરા પ્રત્યાઘાત આખા ભારતમાં પડ્યા હતા. એવામાં સિદ્ધુ મુસેવાલા ની હત્યા બાદ ફરી એક પંજાબ સિંગર ઉપર જાન લેવા હુમલો કરવામાં આવેલો છે. જેના સમાચાર રેપર હનીસિંહ પોતાના instagram એકાઉન્ટ પર ગાયક નો ફોટો શેર કરીને આપ્યા હતા.
વધુ વિગતે જાણીએ તો પંજાબના પ્રખ્યાત ગાયક અલ્ફાઝ ઉર્ફે અમનજોત સિંહ પવાર ઉપર હુમલા ના સમાચાર સામે આવ્યા છે. જેમાં જાણવા મળ્યું કે આ ગાયક ને એક વાહને ટક્કર મારી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં તેને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. તે આ ઘટના શનિવાર ના રોજ બની હતી કે જ્યારે અલ્ફાઝ પોતાના મિત્ર સાથે એક ઢાબા ઉપર ગયો હતો.
જેમાં જાણવા મળ્યું કે અલ્ફાઝ તેના મિત્રો સાથે જ્યારે ઢાબા ઉપર ગયો હતો ત્યારે તેના ભૂતપૂર્વક કર્મચારી વિકી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ વિકીએ અલ્ફાઝને મધ્યસ્થી કરવા અને ઢાબાના માલિક પાસેથી તેની બાકી રકમ ચૂકવવા વિનંતી કરી હતી. જ્યારે ગાયક એ દરમિયાનગીરી કરવાનો ઇનકાર કર્યો. ત્યારે વિકીએ માલિકના ટેમ્પો સાથે ભાગવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન સિંગર ગંભીર રીતે ઘાયલ થતા તેના માથા હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.
જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. જે બાદ આરોપી વિકી નાસી છૂટ્યો હતો. પરંતુ મોહાલી પોલીસે તેની ધરપકડ કરી નાખી હતી. અલ્ફાઝ એક પંજાબનો પ્રખ્યાત ગાયક છે. જેને યો યો હની સિંગ સાથે પણ કામ કરેલું છે. યો યો હની સિંહ સાથે ચાર્સ્ટબસ્ટર ટ્રેક માટે સહયોગ કરેલો છે. આ ઉપરાંત અલફાઝે રીક્ષા, ગદ્દી, પુટ જટ્ટ દા વગેરે જેવા સુપરહિટ ગીતો પણ ગાયા છે.
આ બાબતે હની સિંહે instagram એકાઉન્ટ પર ફોટો શેર કરીને માહિતી આપી હતી. જે બાદ ગાયક ના ચાહકોમાં શોકનું મોજો ફરી વળ્યું હતું. આમ આવા અનેક બનાવો આપણા ભારતમાંથી સામે આવતા હોય છે. જેમાંથી મોટા મોટા સેલિબ્રિટી પણ આમાંથી બાકાત રહેતા હોતા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!