India

મહિલા તબીબની આત્મહત્યા બાદ દિકરીએ લખ્યો એવો લેટર કે વાચીને રડી પાડશો અને દિકરીએ પણ..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં દેશ માં આત્મ હત્યા ના ગંભીર બનાવો માં એટલી હદે વધારો થઈ રહ્યો છે કે આવા બનાવે અનેક લોકોને પોતાના શિકાર બનાવ્યા છે તેવામાં હાલમાં આત્મ હત્યા ના વધતાં કેશ એ વ્યક્તિ ની ઘટતી સમજ શક્તિ અને સહન શક્તિ નું પરિણામ પણ હોઈ શકે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી કાયમી નથી માટે તેનાથી ડરવું જોઈએ નહીં. અને મુશ્કેલી નો સામનો કરી આ મુલ્યવાન જીવનને જીવવું જોઈએ.

પરંતુ ઘણી વખત આ નાની બાબત સમજવી મુશ્કેલ બને છે આપણે અહીં આવજ એક બનાવ વિશે વાત કરવાની છે. આપણે અહીં રાજસ્થાન ની વાત કરવાની છે આપણે સૌ જાણીએ છિએ કે રાજસ્થાનના દૌસા વિસ્તાર માં આવેલ એક હોસ્પિટલ માં ફરજ બજાવતા લેડી ડોક્ટર અર્ચના શર્માએ આત્મ હત્યા કરી હતી.

જણાવી દઈએ કે ડૉ. અર્ચના શર્મા એમડી ગાયનોકોલોજિસ્ટ હતા આ ઉપરાંત અગાઉ તેઓ એક મેડીકલ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતા હતા જણાવી દઈએ કે ડૉ. અર્ચના શર્મા અને તેમના પતિ ડૉ. સુનીત ઉપાધ્યાય રાજસ્થાન ના દૌસા જિલ્લાના લાલસોટ શહેરમાં આનંદ હોસ્પિટલ ચલાવતા હતા.

અહીં એક સગર્ભા મહિલા એડમિટ થઈ હતી જેની પ્રસૂતિ સમયે વધુ લોહી વહી જતા મહિલા મૃત્યુ પામી જ્યારે તેના બાળક ને બચાવી લેવામાં આવ્યો જે બાદ ગર્ભવતી મહિલા ના પરિવારે મહિલા ડોક્ટર પર હત્યા નો આરોપ લગાવ્યો અને તેમના વિરુધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહિલા ડોક્ટર આ આરોપ સહન કરી શકી નહીં અને પોતાના જ ઘરમાં ફાસો ખાઈ આત્મ હત્યા કરી હતી.

આત્મ હત્યા પહેલા ડૉ. અર્ચના શર્માએ એક સુસાઇડ નોટ પણ લખી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે ”મેં કોઈ ભૂલ નથી કરી, મારું મોત કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે. હું મારા પતિ, બાળકોને ખૂબ જ પ્રેમ કરું છું. મારા મર્યા બાદ તેને કોઈ પરેશાન કરતાં નહીં. પીપીએચ કોમ્પલિકેશન છે. તેના માટે ડૉક્ટરને આટલા હેરાન કરવાનું બંધ કરો. મારું મોત કદાચ મારી નિર્દોષતા સાબિત કરી શકે. DONT HARASS INNOCENT DOCTORS, Please, LUV U please મારા બાળકોને માતાની ઉણપ મહેસૂસ થવા દેતાં નહીં.”

આ ઘટના ને કારણે દરેક જગ્યાએ રોષ નો માહોલ છે જણાવી દઈએ કે મહિલા ડોક્ટર ના સમર્થન માં આઈએમએ સર્વિસ ડોક્ટર્સ વિંગના ચેરમેન ડો.રધુવીર સિંહ રતનૂએ કહ્યું કે, આ આત્મ હત્યા ના કારણે ડોક્ટર દ્વારા 24 કલાક કાર્યનો બહિષ્કાર કરવામાં આવશે. આ ઉપરાંત મહિલા તબિબી ને ન્યાય મળે તે માટે ચેતવણી આપતા કહ્યું કે જો આરોપી ઝડપી અને કડક સજા નહીં આપવામાં આવે તો રાજસ્થાનના ડોક્ટર્સ આંદોલન કરશે.

આ તમામ વચ્ચે એક ભાવુક કરતી ઘટના સામે આવી છે કે જ્યાં ડૉ. અર્ચના શર્માની 8 વર્ષની તે દીકરી નો લખેલ એક લેટર સામે આવ્યો છે જેમાં તેણે લખ્યું કે ”મારી મમ્મી આ દુનિયાની સૌથી પ્યારી મમ્મી છે. મારા માટે તે વરદાન હતી. હું તેને યાદ કરું છું. હું એટલા માટે નથી રડતી, કેમ કે હું રડવા લાગીશ તો બધા રડવા લાગશે. હું તેમને પાંચ નામથી બોલાવતી હતી.” આ લેટર વાચી આખો પરિવાર રડી પડ્યો અને નિસહાય મેહસૂસ કરવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *