India

વરરાજા ની સામે તેની પત્ની ને આ યુવાને કરી દીધું પ્રપોઝ પછી જે થયું તે જોઈને તો લોકો પણ રહી ગયા સ્તબ્ધ, જુઓ વિડીયો.

Spread the love

રોજે રોજ સોશિયલ મીડિયા ઉપર અનેક કોમેડી ફની વિડિયો વાયરલ થતા હોય છે. કન્યા અને વરરાજા ના એવા એવા કોમેડી વિડિયો વાયરલ થતા હોય છે કે લોકો જોઈને ખૂબ જ મનોરંજન મેળવતા હોય છે. એવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે તેમ એક વરરાજા અને કન્યા ની લગ્નની વિધિ ચાલી રહી હોય છે.

બંને લગ્નના સ્ટેજ ઉપર સુંદર રીતે લગ્નના કપડા પહેરીને ગળામાં ફૂલોની હારમાળા પહેરીને બેસેલા હોય છે. આ દરમિયાન થાય છે એવું કે એક બ્લેક ટી શર્ટ પહેરેલો યુવાન કન્યા પાસે આવે છે અને કન્યા આગળ ઘુટણીએ બેસી જાય છે અને કન્યાને અચાનક ગુલાબ આપીને પ્રપોઝ કરી નાખે છે. આ યુવાને આવીને જે હરકત કરી તે જોઈને પરિવારના સભ્યો પણ હસવા લાગ્યા હતા.

વીડિયોમાં જોવા મળે છે તેમ દુલ્હન પણ શરમાઈને તેના હાથમાંથી ગુલાબ લઈ લે છે એટલે કે વીડિયોમાંથી ખ્યાલ આવી શકે છે કે આ કોઈ પરિવારના સભ્ય અથવા તો વરરાજા ના મિત્ર દ્વારા કન્યાની મજાક ઉડાડવામાં આવેલી છે તે વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આમ થોડી વાર માટે તો પરિવારના સભ્યોના દિલો ની ધડકન પણ ઝડપી થઈ ગઈ હતી.

આવા અનેક વિડીયો આપણને રોજબરોજ સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. લોકો સોશિયલ મીડિયા થકી દેશ દુનિયાની તમામ વસ્તુઓથી માહિતગાર રહે છે અને સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે સમય પસાર કરવાનું સાધન બની ચૂક્યું છે. આ વીડિયોને instagram એકાઉન્ટ ઉપર શેર કરવામાં આવેલો છે જેને અત્યાર સુધીમાં હજારો લોકોએ નિહાળીને લાઇકસ કરી ચૂક્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *