હેવાન પતિ! પતિ એ સ્મશાન ઘાટ માં મૃત પત્ની નું પેટ ઢોલવાળા વ્યક્તિ પાસે ચિરાવ્યું મૃત શિશુ ને બહાર કાઢ્યું બાદ,
આપણા સમાજમાં હત્યા, આત્મહત્યા, બળાત્કાર, અપહરણ જેવી અનેક ઘટનાઓ વારેવારે બનતી હોય છે અને આમાં એક મોટી ઘટના એટલે દહેજની ઘટના કહી શકાય. દહેજ બાબતે ક્યારેક પત્નીને તેના સાસરિયા વાળાઓ દ્વારા એટલી બધી હેરાન કરવામાં આવતી હોય છે કે જે બાદ તે કાંતો આત્મહત્યા કરી લેતી હોય છે અથવા તો તેની હત્યા તેના પરિવારજનો દ્વારા જ કરી નાખવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના સામે આવી છે.
આ ઘટના જબલપુર થી સામે આવે છે જેમાં જબલપુરના પનાગર માં રહેવાવાળા સોનુ પટેલ નામના યુવાને દોઢ વર્ષ પહેલાં રાધા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ સોનું તેની પત્ની રાધા ને અવારનવાર દહેજ બાબતે ખૂબ જ હેરાન કરતો હતો અને તેના પરિવારજનો દ્વારા પણ રાધાને દહેજ બાબતે ખૂબ જ હેરાન પરેશાન કરવામાં આવતી હતી પરંતુ 17 સપ્ટેમ્બરના રોજ અચાનક રાધા કે જે સોનુ ની પત્ની હતી તેનું મોત થઈ જાય છે અને આ મોત શા કારણે થયું તે હજુ પોલીસ તપાસ કરી રહી છે.
પરંતુ આ મોત જ્યારે થયુ ત્યારબાદ પતિએ તેની સાથે એવી હેવાનિયત કરી કે જેને સાંભળીને લોકોના રુવાટા બેઠા થઈ ગયા. જાણવા મળ્યું કે જ્યારે રાધા નું મોત થયું હતું ત્યારે તેના પેટમાં પતિ પત્નીનો બાળક પણ હતો અને જ્યારે રાધા ના પરિવારજનો સાસરીયા વાળાના ઘરે પહોંચ્યા ત્યારે તે લોકોએ રાધા ના પોસ્ટમોર્ટમની માંગણી કરી હતી પરંતુ સોનુ પટેલના પરિવારજનોએ તે લોકોને ડરાવી ધમકાવીને શાંત કરી નાખ્યા.
ત્યારબાદ રાધા ની લાશ ને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી પરંતુ સ્મશાન ઘાટમાં રાધાના પતિ સોનુ પટેલે એક ઢોલ વગાડવા વાળા વ્યક્તિને બોલાવ્યો ત્યારબાદ આ વ્યક્તિએ રાધા ના પેટને બ્લેડ વડે ફાડી નાખ્યું અને ત્યારબાદ રાધાના પેટમાં રહેલું બાળકને બહાર કાઢવામાં આવ્યું. જે બાળક પણ મૃત્યુ પામી ગયું હતું. ત્યારબાદ પતિએ માતા અને બાળકના અંતિમ સંસ્કાર એક સાથે કરાવ્યા હતા.
રાધા ના પરિવાર જનો એ આ આખો વિડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો. જે બાદ તે લોકો પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા પહોંચ્યા હતા અને આ બધી ઘટના સ્મશાન ઘાટમાં રાધા ના પતિ સોનુ પટેલ દ્વારા કરવામાં આવી હતી અને પત્નીની લાશ ના પેટને ફાડવામાં આવ્યું અને ત્યારબાદ તેના બાળકને પણ બહાર કાઢવામાં આવ્યું હતું. આ દુઃખદ ઘટના સામે આવતા લોકો પણ હચમચી ગયા છે અને પતિ સામે ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!