આ વિડીયો જોઈ ને કહેશે કે, રામ રાખે તેને કોણ ચાખે..આ બાઈક સવાર સાથે એવી ભયંકર ઘટના બની કે…જુઓ વિડીયો.
હાલ વરસાદી માહોલ ખુબ જ જામી ચુકેલો છે. એવામાં ઠેર ઠેર રસ્તાઓ વરસાદી પાણી થી તરબતોળ થઇ ચૂકેલા છે. ભીના રસ્તાઓ માં ઠેર ઠેર થી અકસ્માત ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. વરસાદી પાણી થી નદી, નાળા અને અનેક ડેમો છલકાય જતા અનેક ઘરો માં પાણી ઘુસી ગયા ના સમાચારો મોટા પ્રમાણમાં સામે આવતા રહે છે. એવો જ એક એક્સીડંટ નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થતો જોવા મળે છે.
આ વિડીયો ક્યાં નો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. વિડીયો માં જોઈ શકાય છે કે, એક બાઇક સવાર પોતાની બાઈક લઈને રસ્તા પર થી જઈ રહ્યો હતો. ત્યારે રોડ-રસ્તા ભીના હોવાના કારણે તેની બાઈક અચાનક જ ભીના રસ્તા માં સ્લીપ ખાઈ જાય છે. જયારે તેની બાઇક સ્લીપ ખાઈ ને પડી તો તે ફટાફટ બાઈક ને મૂકી ને રસ્તો ઓળગી ગયો. જો તે રસ્તો પાર ન કરેત તો પાછળ થી આવી રહેલા ટ્રક માં ઘુસી જવાની પુરી શક્યતાઓ હતી…જુઓ વિડીયો.
વિડીયો માં જોઈ શકાય છે કે, જેવો તે બાઈક છોડી ને રસ્તો પાર કર્યો કે, પાછળ થી એક ટ્રક આવ્યો અને તેને અડફેટે લેતા લેતા રહી ગયો. આ આખી ઘટના માં ભયંકર રીતે અકસ્માત થતા થતા રહી ગયો હતો. આ વિડીયો એક કાર માં લાગેલા કેમેરા માં રેકોર્ડ થવા પામ્યો હતો. ગાડી ચાલાક ના નસીબ સારા હતા કે તે મોટા અકસ્માત નો ભોગ બનતા રહી ગયો.
આ વિડીયો જોવા વાળા પણ હચમચી ગયા છે. આવા અનેક કિસ્સાઓ ચોમાસા ની ઋતુ માં સામે આવતા જ રહે છે. ક્યારેક નદી કે નાળા માં અનેક રીતે વાહનો પાણી માંથી પસાર થતા નદી કે નાળા માં ખાબકતા હોય છે. જેમાં ઘણા લોકો ના મૃત્યુ પણ થઇ જતા હોય છે. ક્યારેક વરસાદી માહોલ ના લીધે રોડ રસ્તા પર એકસાથે અનેક ગાડીઓ ના અકસ્માત પણ થતા જોવા મળે છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.