ધડકન થંભાવી દેતો વિડીયો ! ધસમસતા વહેતા પાણી માંથી પસાર થવું આ બાઈક ચાલક ને પડી ગયું ભારે…જુઓ વિડીયો.
હાલ માં આખા ભારત માં વરસાદી માહોલ ખુબ જ જામી ચુકેલો છે. એવામાં ઠેર ઠેર પર્યટકો ની ભારે ભીડ ઉમટી પડે છે. લોકો વરસાદ ની મજા જોરશોર થી માણી રહ્યા હોય છે. એવામાં ક્યારેક ક્યારેક ઉતાવળ માં ને ઉતાવળ માં એવું થઇ જાય છે કે, લોકો ને પોતાના જીવ થી હાથ ધોવાનો વારો આવે છે. કેટલાક લોકો પોતાની તાકાત બતાવવા ક્યારેક ધસમસતા વહેતા નદી કે નાળા ના પ્રવાહ માંથી બાઈક કાઢવાનો પ્રયાસ કરતા હોય છે. જેમાં ક્યારેક મોટી જાનહાની થઇ પડે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાઈક સવાર પુલ પર વહેતા પાણીનો અંદાજ લગાવીને તેને પાર કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેને ખ્યાલ નથી કે મૃત્યુ તેને અહીં ખેંચી ગયું છે. તેથી જ પુલ પર પાણીના જોરદાર પ્રવાહમાં પણ તે બાઇક સ્ટાર્ટ કરે છે અને આગળ વધે છે. આ પછી જે પણ થાય છે, તેને જોઈને હૃદયની ધડકન વધી જાય છે. થોડે દૂર ગયા બાદ જ યુવકે બાઇક પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સાથે નદીમાં ડૂબી ગયો હતો. આ નજારો ખરેખર હ્રદયદ્રાવક છે, કારણ કે નદીમાં પડ્યા પછી યુવકનો કોઈ પત્તો નથી. જો કે આ વીડિયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી નથી…જુઓ વિડીયો.
Please 🙏 don’t cross roads in situations like this .. Its very dangerous and you might get drown … #flood #rain #NarmadaRiver pic.twitter.com/IzHXzjapCt
— Jyoti Singh (@Jyoti789Singh) July 18, 2022
આ વિડીયો જોઈ ને લોકો પણ ચોંકી ઉઠ્યા છે. ઘણા લોકો એ આ વિડીયો જોઈ લીધો છે. અને આ ભાઈ નું મુર્ખામી જોઈ ને કોમેન્ટુ કરી રહ્યા છે. ખરેખર આવા ધસમસતા પાણી ના પ્રવાહ આવી હોશિયારી ભારે પડી ગઈ અને બાઈક સાથે તે ભાઈ પણ નાળા ના પ્રવાહ માં વહી ગયા હતા. આવા અનેક ભયંકર વિડીયો વાયરલ થતા હોય છે. ક્યારેક આવી મોટી મોટી દુર્ઘટના કોઈ ધોધ માં થતી હોય છે. જ્યાં લોકો ફોટો પડાવવાના ચક્કર માં પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.