અમદાવાદ- માતા એ 6-વર્ષ ની પુત્રી સાથે તળાવ માં લગાવી મોત ની છલાંગ. પતિ વારંવાર એવું કહેતો કે તું,
રોજબરોજ ગુજરાતમાંથી હત્યા અને આત્મહત્યાના કેસો આવવા સામાન્ય બની ચૂક્યા છે. રોજબરોજ નાની નાની વાતો અથવા તો ક્યારેક એવી વાતો થી પરિવારના સભ્યો કંટાળી જતા આત્મહત્યા કરી દેતા હોય છે. અમદાવાદ સિટી માંથી એવો એક કેસ સામે આવ્યો છે. જેમાં એક 28 વર્ષીય પરિણીત મહિલાએ તેની છ વર્ષની પુત્રી સાથે અમદાવાદના કારીયા લેક મા મોતની છલાંગ લગાવી હતી. આ બાબતે જાણવા મળ્યું હતું કે,
મહિલાનું નામ ભારતીબેન ગોરધનભાઈ મોદી અને તેની છ વર્ષની દીકરીનું નામ જીયા છે. આ મોતનું પગલું પરણીત મહિલાએ પોતાના પતિના ત્રાસથી ભર્યું હોવાનો બહાર આવ્યું હતું. મોત ની છલાં લગાવ્યા બાદ માતા પુત્રી ના મૃત્યુની જાણ મૃતક મહિલાના પરિવારને થતા મૃતક મહિલાના પરિવારે આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.
જેમાં જાણવા મળ્યું હતું કે પરિણીત મહિલાને તેના પતિ દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હતો. પતિ મહિલાને કહેતા હતા કે તું બીમાર રહે છે. તારી દવાના પૈસા ક્યાંથી લાવવાના. તું મને ગમતી નથી. આવું કહીને ટોણા મારતો હતો. જે બાદ મહિલાએ તેના પરિવારને કહેતા બંને વચ્ચે સમાધાન થયું હતું. પરંતુ ગોરધનભાઈ એ તેની પત્ની ને ફરી આવા મેણા ટોણા મારવાના શરૂ કર્યું હતા.
જે બાદ પત્ની ભારતી બહેનથી સહન ન થતા તેને ઘરેથી શાકભાજી લેવાનું કહીને પોતાની છ વર્ષની પુત્રી સાથે નીકળ્યા હતા. જે બાદ કારીયા લેક માં જઈને પોતાની પુત્રીને સાડી સાથે પોતાની સાથે બાંધી દીધી. અને બંનેએ તળાવમાં મોતની છલાંગ લગાવી હતી. જે બાદ પોલીસે ભારતીબેન વિરુદ્ધ પુત્રીને હત્યા કરવાના અને પતિ સામે આત્મહત્યા કરવા બાબતે નો દુષ્પ્રેરણ નો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!