India

આકાશ અંબાણી અને તેની પત્ની 4.10 કરોડ ની કાર લઇ ને અભિનેતા રણબીર કપૂર ના ઘરે ડિનર માટે પહોંચ્યા. જુઓ વિડીયો.

Spread the love

મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ વૈભવશાળી જીવન જીવી રહ્યા છે. મુકેશ અંબાણી ની પત્ની અને તેના બાળકો પણ મોટી મોટી લક્સરિયસ કારો માં ફરે છે અને રાજા મહારાજા ની જેમ જીવન વ્યક્ત કરે છે મુકેશ અંબાણી ના મોટા પુત્ર આકાશ અંબાણીને લક્ષરીયસ કારો નો ખૂબ જ શોખ છે જાણવા મળ્યું હતું કે તેની પાસે Maybach 62, Mercedes-Benz G-Wagen, Rolls Royce Phantom Drophead Coupe, Bentley (Bentley Bentaygas) અને Range Rover Vogue નો સમાવેશ થાય છે.

મુકેશ અંબાણીના મોટા પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી તાજેતરમાં તેમના પિતાની માલિકીની કાર ચલાવતા જોવા મળ્યા હતા. આ કાર એકદમ નવી Bentley Bentayga V8 હતી. આકાશ અંબાણી સાથે તેની પત્ની શ્લોકા મહેતા પણ હતી. આ બંને કલાકારો રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ સાથે ડિનર કરવા તેના ઘરે પહોંચ્યા હતા. આકાશ અંબાણી પોતે કાર ચલાવી રહ્યો હતો અને તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જોકે આ વિડિયો ક્યારેનો છે તે જાણી શકાયું નથી. અંબાણી પરિવાર પાસે પહેલેથી જ W12 પરિવારની બે બેન્ટાયગાસ કાર છે. ભારતમાં તેની કિંમત લગભગ 3.85 કરોડ રૂપિયા છે. બેન્ટલી યુકે સ્થિત લક્ઝરી કાર નિર્માતા કંપની છે. કંપનીએ રોગચાળાની શરૂઆતમાં V8 આવૃત્તિ લોન્ચ કરી હતી. તેની કિંમત 4.10 કરોડ રૂપિયા છે. લક્ઝરી કાર 4.0-લિટર ટ્વિન ટર્બોચાર્જ્ડ V8 પેટ્રોલ એન્જિન અથવા 3.0-લિટર હાઇબ્રિડ એન્જિન દ્વારા સંચાલિત છે. તેમાં 3996 સીસીનું એન્જિન છે. તેની માઈલેજ 7.6 kmpl છે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને તેની પત્ની શ્લોકા મહેતા અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ના ઘરે ડિનર માટે પહોંચ્યા નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો પણ અવનવી કોમેન્ટો કરી રહ્યા છે. મુકેશ અંબાણી પોતાની સંપત્તિમાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ તેના નાના પુત્ર અનંત અંબાણી માટે તેને દુબઈમાં એક ઘર ખરીદ્યું હતું. તે ખૂબ જ મોટો સોદો માનવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *