અમદાવાદ: માથાભારે મહિલા ના ત્રાસ થઈ યુવાને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા જણાવ્યું કે…
ગુજરાત માંથી ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને જાણી ને આપણે ચોકી જતા હોઈએ. એટલે કે, ગુજરાત માંથી અવારનવાર આપઘાત ના કિસ્સાઓ સામે આવ્યા જ કરે છે. હાલ અમદાવાદ થી એક હચમચાવતો કેસ સામે આવ્યો છે. જેમાં એક યુવકે વ્યાજખોર મહિલા ના ત્રાસ થી અંતે આપઘાત નું પગલું ભર્યું હતું. ઉધારી લીધેલ પૈસા અને તેનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર મહિલા પઠાણી ઉઘરાણી કરતી અને કંટાળી અંતે યુવકે જીવન ટૂંકાવી લીધું.
વધુ વિગતે જાણીએ તો. અમદાવાદ ના વેજલપુર વિસ્તાર ના જુહાપુરા માં રહેતા યુવક સાથે આ ઘટના બની હતી. 46-વર્ષીય યુવક વ્યાજખોર મહિલા ની પઠાણી ઉઘરાણી થી અંતે આપઘાત કરી લીધો હતો. હેર સલૂન માં અને કન્સ્ટ્રક્શન નું કામ કરતા મોહંમદ સાદિક શેખે 18-જુલાઈ ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બાબતે મૃતક ના ભાઈ મોહમ્મદ આબીદ શેખે વેજલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
પરિવારે જણાવ્યું કે, જયારે મૃતક ની અંતિમ વિધિ કરીને ઘરે આવ્યા ત્યારે મૃતક ના પલંગ ના ગાદલા નીચે થી એક સુસાઇડ નોટ મળી હતી. જેમાં તેણે મરવાનું કારણ જણાવ્યું હતું. સુસાઇડ નોટ માંથી જાણવા મળ્યું કે, મૃતકે 10-વર્ષ થી વ્યાજખોર મહિલા યાસ્મિન બાનું પાસે થી પૈસા ઉછીના લીધા હતા. આ રૂપિયા નું તેને વ્યાજ પણ આપતો હતો. વધુ માં જાણવા મળ્યું કે, મૃતકે આજ સુધીમાં જેટલા રૂપિયા વ્યાજે લીધા હતા તે રૂપિયા અને તેનું વ્યાજ યાસ્મિનબાનુ ને પરત કરી દીધું હતું.
રૂપિયા અને વ્યાજ પરત કરવા છતાં મહિલા તેના ઘરે આવી ને પૈસા ની માંગણી કરતી હતી. અને ક્યારેક ફોન માં માં પણ વ્યાજ ની ઉઘરાણી કરતી હતી. મૃતક માનસિક તણાવ માં આવી જય ને ઘરે કોઈ સાથે વાતચીત કઈ જ કરતો ન હતો. અંતે મૃતક યાસ્મિનબાનુ ની ઉઘરાણી થી કંટાળી ગયો અને અંતે તેણે આ પગલું ભરી લીધું હતું. પોલીસે આ બાબતે આરોપી મહિલા ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!