પ્રેમ કરવાની ની કોઈ ઉમર નથી હોતી ! આ દાદા એ ઘૂંટણિયા પર બેસી ને તેની પત્ની ને પ્રોપોઝ કરીને જમાવટ કરી દીધી…જુઓ વિડીયો.
સોશિયલ મીડિયા પર અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે કે, જેને જોઈ ને આપણે હળવા થઇ જતા હોઈએ. આપણે જીવન ના દુઃખદ દર્દ ને ભૂલી જતા હોઈએ. આપણે લોકો જાણી એ છીએ તેમ પતિ-પત્ની નું જીવન એકબીજા વગર હંમેશા અધૂરું જ રહે છે. પતિ-પત્ની ના જીવન માં ઘણી વાર ઉતાર ચઢાવ આવતા રહે છે. પરંતુ બંને એકબીજા વગર અધૂરા છે. હાલ જે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો છે તેને જોઈ ને લોકો ભાવુક થઇ રહ્યા છે.
વિડીયો માં જોવા મળતું કપલ લગભગ 44-વર્ષ થી એકસાથે રહે છે. વિડીયો માં જોઈ શકાય છે કે, એક મોટી ઉમર ના આ દાદા તેની પત્ની ને પ્રપોઝ કરવા ગોઠણ ભર બેસી જાય છે. આ બને લાગે છે કે, કોઈ લગ્ન પ્રસંગ માં હાજરી આપવા ગયા છે. આ દાદા ની ઉમર એટલી વધુ છે કે, તેને ઘૂંટણ ભર બેસવામાં તકલીફ પડી રહી છે. છતાં પણ તે ઘૂંટણ ભર બેસી ને તેની પત્ની ને ગુલાબ આપી ને પ્રપોઝ કરે છે…જુઓ વિડીયો.
View this post on Instagram
આ વિડીયો જોઈ ને લોકો ને ખુબ મજા આવી છે. આ દાદા આટલી ઉમર માં પણ તેની પત્ની ને એટલો બધો પ્રેમ કરે છે કે, જોઈ ને લોકો રાજી રાજી થઇ ગયા. દાદા અને તેની પત્ની બંને ખુબ જ સુંદર લાગી રહ્યા છે. દાદા એ પ્રપોઝ કરીને ફોટો પડાવવા માટે સુંદર સ્માઈલ પણ આપી હતી. આ વિડીયો જોઈ ને લોકો દુઃખ પણ ભૂલી જાય આટલું બધું સ્વીટ કપલ છે.
આ વિડીયો ને ઇન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. પતિ-પત્ની ના જીવન માં નાના મોટા ઝગડાઓ થયા રાખે છે. પણ એ ઝગડા જ આ જીવન ને આગળ વધારતા હોય છે. આવા અનેક વિડીયો આપણને સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે. જેને જોઈ ને લોકો ખુબ જ મનોરંજન લેતા હોય છે. આજના જમાનામાં આવા અનેક સારા વિડીયો જોઈ ને લોકો હળવાશ અનુભવતા હોય છે.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.