અમદાવાદ હસતો-ખેલતો પોલીસ પરિવાર ગણતરી ની સેકંડો મા જ ખતમ થઇ ગયો જુઓ પરિવાર ની યાદ ભરી તસવીરો..
આપણા ગુજરાતમાંથી અવારનવાર આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા જ રહે છે. ક્યારેક પૈસાની લેતી દેતીમાં, તો ક્યારેક પારિવારિક ઝઘડાઓમાં, તો ક્યારેક આર્થિક સંકળામણ અને કારણે લોકો આપઘાત કરી બેસતા હોય છે. ક્યારેક આખેઆખો પરિવાર આપઘાતમાં મોતને ભેટી જતો હોય છે. એવી જ એક ઘટના અમદાવાદથી સામે આવે છે.
જેમાં અમદાવાદમાં ગુજરાત પોલીસ માં ફરજ બજાવી રહેલા કુલદીપસિંહ નામના વ્યક્તિ એ પોતાની પત્ની અને પોતાની ત્રણ વર્ષની દીકરી સાથે બિલ્ડીંગના બારમાં માળે થી કૂદીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ બાબતે વધુ જાણીએ તો ગુજરાતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના વતની કુલદીપસિંહ હાલ અમદાવાદ જિલ્લાના ગોતા વિસ્તારમાં રહેતા હતા. તેમના પરિવારમાં પત્ની રિદ્ધિ અને ત્રણ વર્ષની દીકરી આકાંક્ષી હતા.
રાત્રિના 1.30 વાગ્યાની આજુબાજુ કુલદીપ સિંહ તેમની પત્ની અને બાળકી સાથે બિલ્ડીંગના બારમાં માળે થી ઝંપલાવી અને મોતને ભેટ્યા હતા. આ બાબતને જાણ સોલા પોલીસ સ્ટેશનના અધિકારીઓને થતા તે લોકો ત્યાં દોડી આવ્યા હતા. અને લાશને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
જાણવા મળ્યું કે જ્યારે કુલદીપસિંહે તેના પરિવાર સાથે આત્મહત્યા કરી. તે રાત્રે તે અને તેનો પરિવાર તેના કોઈ નજીકના પોલીસ કર્મી ને ત્યાં જમવા ગયો હતો. અને રાતના 11:30 વાગ્યે ત્યાંથી નીકળીને 11 38 વાગે ત્યાં ઘરે પરત ફર્યા હતા. સિક્યુરિટી ગાર્ડના જણાવ્યા અનુસાર આ બનાવમાં પહેલા રિધ્ધીબેન કુદ્યા હતા. પછી ગણતરીની સેકન્ડોમાં જ કુલદીપ સિંહ પોતાની દીકરી આકાંક્ષા સાથે કૂદી ગયા હતા. અને કમ્પાઉન્ડમાં લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા. જાણવા મળ્યું કે કુલદીપ સિંહ અને તેની પત્ની વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા. પરંતુ આ ઝગડા એટલા પણ મોટા નહોતા કે તે આત્મહત્યા કરી લે. પરંતુ કુલદીપ સિંહ આત્મહત્યા કરી લેતા પરિવારમાં ખૂબ જ દુઃખદ વાતાવરણ સર્જાઈ ગયૂ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!