5-ઓક્ટોમ્બરે યોજાયો આલિયા ભટ્ટ નો બેબી શાવર નો કાર્યક્રમ! સામે આવી ખુબ જ સુંદર તસ્વીર, જુઓ રણબીર-આલિયા નો લુક.
બોલીવુડના એક્ટર્સ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હવે ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. થોડા મહિનાઓ અગાઉ રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરીને લગ્નના બંધન બંધાયા હતા. ત્યારબાદ તેના અનેક ફોટાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થતા હોય છે. જેમાં ક્યારેક આલિયા ભટ્ટ નો વિડીયો પ્રેગનેન્સી લો સાથે પણ વાયરલ થતો હોય છે.
તે પાંચ ઓક્ટોબરના રોજ આલિયા ભટ્ટ ની બેબી શાવરની સેરેમની તેના બાંદ્રા સ્થિત ઘરમાં યોજાઇ હતી. આ બેબી શાવર ના કાર્યક્રમમાં આલિયા ભટ્ટના પરિવારના તમામ સભ્યો તથા રણબીર ના પરિવારના તમામ સભ્યો સામેલ થયા હતા. જેમાં આલિયા ભટ્ટે બેબી શાવરના કાર્યક્રમોમાં યલો કલરના કપડા પહેર્યા હતા. સાથોસાથ તેની સાથે મેચિંગ તમામ વસ્તુઓ અને રણબીર કપૂર પણ ખૂબ જ તૈયાર થઈ આવ્યા હતા.
બંને બેબી સાવરના કાર્યક્રમ દરમિયાન બે હાથ જોડીને ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા હતા. તેના ફોટા પણ સોશિયલ મીડિયા ઉપર આલિયા ભટ્ટે શેર કરેલા છે. રણબીર કપૂરના પરિવારમાંથી રણબીર કપૂરની બહેન રિદ્ધિમાં કપૂર, કરિશ્મા કપૂર અને નીતુ કપૂરની હાજરી જોવા મળી હતી સાથે શ્વેતાનંદ બચ્ચન પણ આ શુભ પ્રસંગે હાજર રહી હતી.
અને આલિયા ભટ્ટ ની બહેનો શાહીન અને પૂજા ભટ્ટ આલિયા ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટ આલિયા ભટ્ટ ની માતા સોની રાઝદાન અને માસી ટીના રાઝદાન વગેરે એ આ શુભ પ્રસંગે હાજરી આપી હતી. આલિયા ભટ્ટે તેના ફોટા instagram એકાઉન્ટ પર શેર કરતા જ તેના ચાહકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી અને અવનવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા. ચાહકો પણ આલિયા ભટ્ટ ના બાળકની ખુશીથી રાહ જોઈને બેસેલા છે. આ બેબી શાવર ની ખૂબ જ સુંદર એવી તસ્વીરો શેર કરતા લોકો ખૂબ જ લાઇક કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!